Charotar Sandesh
ઈન્ડિયા

મોદી સરકાર બેન્ક ડિફોલ્ટરોના નામો જાહેર કરેઃ સંસદમાં રાહુલની માંગણી…

સંસદમાં રાહુલ અને અનુરાગ વચ્ચે થઈ ગરમા-ગરમી…

અમે ભાગેડુઓની સંપત્તિ જપ્ત કરીઃ ભાજપનો જવાબ…

કેન્દ્રીય મંત્રીએ યશ બેન્કના કપૂરે પ્રિયંકા ગાંધી પાસેથી ખરીદેલી પેઇન્ટિંગનો મુદ્દો ઉખેડ્યો…

ન્યુ દિલ્હી : લોકસભામાં આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર વચ્ચે લોકસભામાં ચકમચ ઝરી હતી. રાહુલ ગાંધીએ પ્રશ્નકાળ દરમિયાન બેંકિંગ ફ્રોડનો મુદ્દો ઉઠાવતા બંને નેતાઓ સામ સામે આવી ગયા હતાં.
રાહુલ ગાંધીએ બેંકિંગ ફ્રોડનો મુદ્દો ઉઠાવતા મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને ૫૦ સૌથી વિલફૂલ ડિફોલ્ટ્રર્સના નામ જાહેર કરવા કહ્યું હતું. તો જવાબમાં રાજ્ય નાણાં મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, ૫૦ લાખ રૂપિયાથી વધારાના ડિફોલ્ટ કરનારા તમામ લોકોના નામ વેબસાઈટ પર છે જ. આ દરમિયાન અનુરાગ ઠાકુરે યસ બેંકના ફાઉંડર રાણા કપૂર અને પ્રિયંકા ગાંધી વચ્ચેના પેંટિંગ સોદાને લઈને પણ ટોણોં માર્યો હતો.
રાહુલ ગાંધીએ આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન સવાલ કર્યો હતો કે, ભારતીય અર્થ વ્યવસ્થા ખુબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. આપની બેંકિંગ વ્યવસ્થા કામ નથી કરી રહી. બેંક નિષ્ફળ જઈ રહી છે અને વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં બેંકો વધારે ડૂબી શકે છે. તેનું મુખ્ય કારણ બેંકોના પૈસાની ચોરી છે. તેમણે મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરતા કહ્યું હતું કે, મેં સવાલ કર્યો હતો કે, ૫૦ વિલફૂલ ડિફોલ્ટર્સ હિંદુસ્તાનમાં કોણ છે? પરંતુ મને તેનો જવાબ મળ્યો નથી. તેનો ફેરવી ફેરવીને જવાબ આપવામાં આવ્યો. વડાપ્રધાન કહે છે કે, જે લોકોએ હિંદુસ્તાનના બેંકોની ચોરી કરી છે તેમને પકડી લાવીશ, મેં વડાપ્રધાનને પુછ્યું કે, એ ૫૦ લોકો છે કોણ?
રાહુલ ગાંધીના આ સવાલનો જવાબ આપતા કેન્દ્રીય રાજ્ય નાણાંમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, ૨૫ લાખ રૂપિયા કરતા વધારે ડિફોલ્ટ કરનારા તમામ લોકોના નામ સીઆઈસીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે જ. આ કંઈ છુપાવવાની વાત છે જ નહીં. કેટલાક લોકો પોતે કરેલા પાપો બીજાના માથે ઢોળવા માંગે છે. ૨૫ લાખથી વધારે ડિફોલ્ટ કરનારા તમામ લોકોના નામ સીઆઈસીની વેબસાઈટ પર છે. તેમાં કંઈ છુપાવવા જેવુ નથી. તમે ઈચ્છો તો હું તે વાંચી સંભળાવી શકુ છું. તમારા શાસનકાળમાં જે લોકો પૈસા લૂંટીને ભાગી ગયા તેમના વિરૂદ્ધ મોદી સરકારે કાર્યવાહી કરી અને ૪ લાખ કરોડથી પણ વધારે રૂપિયા પાછા લાવી. અમારી સરકારે જ તેમની પ્રોપર્ટી જપ્ત કરી લીધી.
અનુરાગ ઠાકુરે રાણા કપૂર અને પ્રિયંકા ગાંધી વચ્ચે ૨ કરોડ રૂપિયાની પેટિંગને લઈને થયેલા સોદાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સદનના સદસ્યો કહે તો હું પેટિંગની વાત કરૂં. હું અહીં રાજનીતિ નથી કરવા માંગતો. પેટિંગ કોણે વેચી? અને પૈસા કોના ખાતામાં ગયા?
પ્રિયંકા ગાંધીના પેટિંગનો ઉલ્લેખ કરતા જ કોંગ્રેસે સંસદમાં હોબાળો મચાવી દીધો હતો. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અધિર રંજન ચૌધરીએ તો સીટ પર ઉભા થઈને વાંધો ઉઠાવ્યો હતો.

Related posts

બિહારઃ છપરામાં પોલિંગ બૂથ પર યુવકે ઇવીએમ મશીન તોડતા ધરપકડ

Charotar Sandesh

વેલકમ-2020 : ભારત સહિત વિશ્વભરમાં જશ્નનો માહોલ : નવા વર્ષનું ઉમળકાભરે સ્વાગત…

Charotar Sandesh

કંગનાની ઓફિસમાં BMCની કાર્યવાહી પર બોમ્બે હાઇકોર્ટે રોક લગાવી…

Charotar Sandesh