Charotar Sandesh
ઈન્ડિયા

મોરારિબાપુની જાહેરાત બાદ રામમંદિર નિર્માણ માટે ૧૬ કરોડ એકઠા થયા…

ભારતમાંથી ૧૦ કરોડથી વધુ રૂપિયા દાનમાં મળ્યાં : મોરારિ બાપુ

ભાવનગર : રામ જન્મભૂમિ અયોધ્યામાં ૫ ઓગસ્ટના રોજ રામ મંદિરનાં ખાતમૂહુર્ત કરવામાં આવશે. તલગાજરડામાં ચાલી રહેલી ઓનલાઈન કથામાં મોરારિબાપુએ મંદિરના નિર્માણમાં ૫ કરોડ રૂપિયા મોકલીશું તેવી જાહેરાત કરી હતી. જે બાદ આજે ૧૬ કરોડની રકમ એકઠી થઈ ગઈ છે. મોરારિ બાપુએ જણાવ્યું હતું કે, સૌથી પહેલા ૫ કરોડ રૂપિયા અહીંથી મોકલીશું અને ઠાકોરજી આપણા બધાના મનોરથ પૂર્ણ કરે.આ તુલસીપત્રના રૂપમાં રૂપિયા મોકલવામાં આવશે. ત્યારે આજે ૫ કરોડના બદલે ૧૬ કરોડની રકમ એકઠી થઈ ગઈ છે.

મોરારિબાપુએ જણાવ્યું હતું કે, ચિત્રકૂટધામ તલગાજડામાં તુલસીપત્રના રૂપે ઠાકોરજીના ચરણોમાં રૂપિયા અર્પણ કરૂ છું. શ્રોતાગણ તરફથી જે પણ કંઇ આવે તે બધા રૂપિયા મેળવીને આ પૈસા મોકલવામાં આવશે. મોરારિ બાપુએ જણાવ્યું હતું કે ગઈકાલે સાંજ સુધીમાં માત્ર ભારતમાંથી ૧૦ કરોડ રૂપિયા આસપાસની રકમ એકત્ર થઈ ગઈ હતી. જ્યારે ૩ કરોડ ૫૧ લાખ રૂપિયા અમેરિકાથી અને કેનેડામાંથી, જ્યારે ૨ કરોડ ૮૦ લાખ રૂપિયા યુ.કે. અને યુરોપથી આવ્યાં છે. આમ કુલ અત્યાર સુધીમાં ૧૬ કરોડથી પણ વધારે રકમ એકઠી થઈ ગઈ છે.

Related posts

ચૂંટણી કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની તૈયારીમાં સરકાર..! ચૂંટણી પંચની તૈયારી પૂર્ણ

Charotar Sandesh

ગંગા એક્સપ્રેસ વે : યુપીને દેશના સૌથી લાંબા એક્સપ્રેસ વેની ભેટ મળશે

Charotar Sandesh

ન્યુ દિલ્હીથી દોહા જઈ રહેલી ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં કરવું પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો કેમ

Charotar Sandesh