Charotar Sandesh
વર્લ્ડ

યુએનના વડાએ ઈઝરાયલ અને યુએઈ વચ્ચેના ઐતિહાસિક કરારને આવકાર્યો…

યુનાઇટેડ નેશન્સ : સંયુક્ત રાષ્ટ્ર સંઘના સચિવ જનરલ એન્ટોનિયો ગુટરેસે ઈઝરાયેલ અને સંયુક્ત આરબ એમિરાટ્‌સ (યુએઈ) વચ્ચે સંપૂર્ણ રાજદ્વારી જોડાણ માટેના ઐતિહાસિક કરારને આવકાર્યો છે. આ કરાર ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના નેતાઓને અર્થપૂર્ણ વાટાઘાટ તરફ દોરી જશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ તેમજ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાનના સંયુક્ત નિવેદન દ્વારા ઈઝરાયલનું પશ્ચિમ છેડાના કબજા હેઠળના ભાગોને જોડવાની યોજનાને રદ કરાવાનું પગલું આવકાર્ય છે અને યુએન સેક્રેટરી જનરલ હંમેશા આ માટે તરફેણ કરતા રહ્યા હોવાનું યુએનના પ્રવક્તાએ જણાવ્યું હતું.
આ નિર્ણય યુએનના ઠરાવના સંલગ્ન છે અને અર્થપૂર્ણ છે. આ ઉપરાંત આંતરાષ્ટ્રિય કાયદા તેમજ દ્વીપક્ષી કરારોને સંબંધિત હોવાનું યુએનના સેક્રેટરી જનરલે એક નિવેદનમાં જણાવ્યું હતું. પ્રવર્તમાન કોરોના વાયરસ મહામારી વચ્ચે મધ્ય પૂર્વમાં શાંતિ માટેનો આ ઐતિહાસિક કરાર હિતાવહ છે.
શાંતિ અને સ્થિરતા માટે ભવિષ્યમાં યુએસ સેક્રેટરી જનરલ તમામ પક્ષો સાથે વાટાઘાટ કરવા દરવાજા ખુલ્લા રાખશે તેમજ આ કરારથી અલગ પેલેસ્ટાઈન રાજ્ય અને દ્વી-રાજ્યની સંભાવના પર સમાધાન માટે પૂર્ણવિરામ મુકાશે. આ સાથે જ યુએઈ પ્રથમ અખાતી દેશ બન્યો તેમજ આરબ સમૂહનો ત્રીજો એવો દેશ બન્યો જેણે ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો વિકસાવવા પહેલ કરી હોય.

Related posts

કોરોના સંકટ વચ્ચે ભારતને મળશે ૭૫૦૦ ડૉલરનું પેકેજ : વિશ્વ બેંક

Charotar Sandesh

વિદેશમાં વસતા ગુજરાતી શખ્શ પર લૂંટારૂએ ગોળીબાર કરતા મોત નીપજ્યું

Charotar Sandesh

ભારતે યુએનમાં પરમાણુ હથિયારોના ઉપયોગને લઇને પોતાની નીતિ સ્પષ્ટ કરી…

Charotar Sandesh