Charotar Sandesh
વર્લ્ડ

યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે ૨૨ લાખ એફબી-ઈન્સ્ટા એડ રદ…

USA : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નજીકમાં હોવાથી ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રતિસ્પર્ધી જો બિડેને તેમના પ્રચાર અભિયાનને વેગ આપ્યો છે. બીજીતરફ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ફેસબુકના વાઈસ પ્રેસિડેન્ટ નિક ક્લેગે જણાવ્યું કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે ૨૨ લાખ જેટલી જાહેરાતને રદ કરી દીધી છે. આ ઉપરાંત ૧,૨૦,૦૦૦ જેટલી પોસ્ટ પણ હટાવવામાં આવી છે જે મતદાનમાં અવરોધ ઉભો કરી શકે છે. ખોટી માહિતી આપવા બદલ ૧૫ લાખ જેટલી પોસ્ટ સામે ચેતવણી પણ જાહેર કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
૨૦૧૬માં યોજાયેલી અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફેસબુક સામે મતદારોને ભ્રમિત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તે ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ ફેસબુક સતત સાવચેતી વર્તી રહ્યું છે. ૨૦૧૬માં જનમત સંગ્રહ વખતે પણ આ પ્રકારની સમસ્યા ઉપસ્થિત થઈ હતી.
નિક ક્લેગે જણાવ્યું કે ૩૫ હજાર કર્મચારીઓ અમારા પ્લેટફોર્મની સુરક્ષા પર બાજ નજર રાખી રહ્યા છે. તેઓ ચૂંટણીમાં તેમનું યોગદાન આપી રહ્યા છે. એફબીએ ૭૦ વિશેષ મીડિયા જૂથો સાથે ભાગીદારી પણ કરી છે, જે પૈકી પાંચ ફ્રાન્સમાં છે.

  • Naren Patel

Related posts

ભારત સરકારે યુક્રેનમાં સ્થિત ભારતીય દૂતાવાસને પોલેન્ડ શિફ્ટ કરવાનો કર્યો નિર્ણય

Charotar Sandesh

અમેરિકામાં ‘સપોર્ટ ઓફ ઇન્ડિયા’ ના ઉપક્રમે ભારતનો પ્રજાસતાક દિવસ ઉજવાયો…

Charotar Sandesh

વડાપ્રધાન મોદીએ બ્રિટનના ભારતીય મુળના નવા વડાપ્રધાન ઋષિ સુનકને અભિનંદન પાઠવ્યા

Charotar Sandesh