Charotar Sandesh
ગુજરાત

યુજીસીએ જાહેર કરી યુનિ.-કોલેજ રિ-ઓપનિંગની એસઓપી, મુલાકાતીઓને નો એન્ટ્રી…

ગાંધીનગર : કોરોનાને પગલે ૮ મહિના બાદ ગુજરાતમાં ૨૩મી નવેમ્બરથી કોલેજો-યુનિ.ઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થા ફરી શરૂ થનાર છે ત્યારે યુજીસીની યુનિ.-કોલેજ રિ-ઓપનિંગની એસઓપી મુજબ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વહિવટી કર્મચારી સહિત તમામ સ્ટાફે ફરજીયાત આઈકાર્ડ પહેરવું પડશે અને કેમ્પસમાં મુલાકાતીના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. તકેદારની પગલાંઓ માટે યુજીસીની એએસઓપીનો સંપૂર્ણ સ્વીકાર કરીને રાજ્યમાં યુનિ.-કોલેજો ૨૩મીથી ફરી શરૂ કરી દેવાની જાહેરાત કરી દેવાઈ છે. યુજીસીની એસઓપી મુજબ દરેક કોલેજ-યુનિ.માં વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓ-અધિકારી સહિતના તમામ સ્ટાફ માટે આઈકાર્ડ ફરજીયાત રહેશે.
ટીચિંગ હવર્સ દરમિયાન ફરજીયાત આઈકાર્ડ પહેરી રાખવાના રહેશે. આ ઉપરાંત કોલેજો-યુનિ.માં બહારના વિઝિટર્સ-મુલાકાતીને પ્રવેશ કરવા દેવામાં ન આવે. જો આકસ્મિક કારણોસર મુલાકાતીને પ્રવેશ અપાય તો તેનો તમામ રેકોર્ડ જાળવવાનો રહેશે. ઈન્સ્ટિટયુટમાં ઉપલબ્ધ સ્વમિંગ પુલ સંપૂર્ણ બંધ રાખવાના રહેશે. આ ઉપરાંત યુનિ.-કોલેજોએ પોતાના સ્ટાફને કોરોના સંબંધી તમામ માહિતી અને સુરક્ષા સૂચનો સાથે ટ્રેઈન કરવાના રહેશે.
કેમ્પસમાં દરેક જગ્યાએ કોરોનાથી વિદ્યાર્થી-લોકોને જાગૃત કરતા સાઈનબોર્ડ-પોસ્ટર્સ લગાવવાના રહેશે. યુનિ.-કોલેજોએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા પહેલા તેમના લક્ષણો-કોરોના હિસ્ટ્રી સહિતની તમામ ચકાસણી કરી પ્રિચેકિંગ કરવાનું રહેશે. એન્ટ્રી પોઈન્ટ પર સ્કેનિંગની સુવિધા ઉભી કરવાની રહેશે. ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે ઓનલાઈન ટીચિંગ પ્લાન તૈયાર કરવાનો રહેશે તથા વિદ્યાર્થીઓ-સ્ટાફને જરૂર પડે કોરેન્ટાઈન-આઈસોલેશન ફેસિલિટી આપવા સગવડ ઉભી કરવાની રહેશે.

Related posts

મોટા શહેરોમાં સ્કુલો ખુલી હોવા છતાં વાલીઓ વિદ્યાર્થીઓને સ્કુલે મોકલતા ખચકાય છે

Charotar Sandesh

તથ્ય પટેલે પૂરઝડપે કાર ચલાવીને કર્યો હતો અકસ્માત : જેગુઆરની સ્પીડ અંગે FSL રિપોર્ટ જાહેર, જુઓ

Charotar Sandesh

લગ્નમાં ૫૦ લોકોની પણ જરૂર નથી, ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકો – ગુજરાત હાઇકોર્ટ

Charotar Sandesh