લંડન : કોરોના મહામારી વચ્ચે રમતની દુનિયા સતત ચાલુ છે. હવે યુરો કપમાં પણ કોરોના સંક્રમણનો ખતરો જોવા મળી રહ્યો છે. કારણ કે બે ટીમના ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્કોટલેન્ડના મિડફિલ્ડર બિલી ગિલમોરનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ ઇંગ્લેન્ડના ૨ ખેલાડીઓને પણ ક્વોરન્ટાઇન રહેવું પડ્યું છે.
ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે શુક્રવારે વેમ્બલે સ્ટેડિયમમાં ગોલ રહીત ડ્રો મેચ રમી હતી. તે સમયે ગિલમોર ઇંગ્લેન્ડના મિડફિલ્ડર માસન માઉન્ટ અને ડિફેન્ડર બેન ચિલવેલના સંપર્કમાં આવ્યો હતો. ત્રણેય ચેલ્સી માટે સાથે રમે છે. ઇંગ્લેન્ડના બધા ખેલાડીઓનો ટેસ્ટ રવિવારે નેગેટીવ આવ્યો છે. માઉન્ટ અને ચિલવેલ ક્વોરન્ટાઇનમાં છે. બંને હવે પછીની મેચ નહીં રમી શકે. નોકઆઉટ મેચથી પહેલા કોરોના વાયરસના કેસ સામે આવ્યા બાદ આયોજકો ચોંકી ઊઠ્યા હતા.
૨૦૨૦ માં આયોજત થનારી આ ટુર્નામેન્ટ ૨૦૨૧માં પુરી કરવામાં આવી રહી છે. પણ કોરોનાના કેસ સામે આવતા તમામ લોકો એક જ પ્રશ્ન કરી રહ્યા છે કે શું આ ટુર્નામેન્ટ સારી રીતે પુરી થઇ શકશે. ઉલ્લેખનિય છે કે કોરોનાકાળમાં દરેક સ્પોટ્ર્સ ટૂર્નામેન્ટમાં કોરોનાની કડક ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે છે.
યુરો ૨૦૨૦ સેમિ ફાઇનલ અને ફાઇનલમાં ૬૫ હજાર દર્શકો આવી શકે છે. વેમ્બલે સ્ટેડિયમમાં યુરો કપની સેમિ ફાઇનલ અને ફાઇનલ મેચ જોવા માટે ૬૫ હજાર દર્શકો આવી શકે છે. આ કેસમાં યુએફા બ્રિટિશ સરકાર સાથે વાતચીત કરી રહી છે.