Charotar Sandesh
ઈન્ડિયા

યુવા પેઢી ભગવદ્‌ ગીતા વાંચે, ગીતામાં મુશ્કેલ સમયમાં લડવાની તાકાત : મોદી

વડાપ્રધાને સ્વામિ ચિદ્રવાનંદની ભગવદ્‌ ગીતાનું ઇ-બુક વર્ઝન લોન્ચ કર્યું…

ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સ્વામિ ચિદ્રવાનંદની ભગવદ્‌ ગીતાનું ઇ-બુક વર્ઝન લોન્ચ કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે આજની યુવા પેઢીએ જરૂરથી ગીતા વાંચવી જોઈએ, જે આજે પણ જિંદગીમાં આપને મુશ્કેલીઓ સામે લડવાની શીખવે છે. તેનાથી તેમણે સવાલ કરવાની પ્રેરણા મળશે. સાચા-ખોટા વચ્ચેનું અંતર સમજવામાં મદદ મળશે.
મોદીએ વધુમાં કહ્યું હતું કે યુવાનોમાં ઇ-બુક્સ ખૂબ જ પ્રખ્યાત થઇ રહ્યા છે. આ પ્રયત્ન ગીતાના વિચારો સાથે વધુમાં વધુ યુવાઓને જોડશે. ગીતા આપણને વિચાર કરવા માટે મજબૂર કરે છે. તે આપણને સવાલ કરવા માટે મજબૂર કરે છે. તે ચર્ચાને પ્રિત્સાહન આપે છે અને આપણાં મગજને ખુલ્લુ રાખે છે. ગીતાથી પ્રેરણા મળેલ કોઈપણ વ્યક્તિ હંમેશા સ્વભાવથી દયાળું હશે.
ગીતા તમને શક્તિ આપે છે, જેથી તમે કોઈ પણ મુશ્કેલીને દૂર કરી શકો. કોરોના સમયગાળામાં પણ ગીતાની પ્રેરણાથી લોકોને આ મહામારી સામે લડવાની શક્તિ મળી. ગયા વર્ષે એક લેખમાં કોરોના કાળનેગીતા સાથે જોડીને જોવામાં આવ્યું, જેમાં ડોકટરોને અર્જુન તરીકે વર્ણવવામાં આવ્યા હતા અને હોસ્પિટલોને યુદ્ધભૂમિ તરીકે બતાવવામાં આવી હતી.
ભગવદ્‌ ગીતા આપણને વિચાર કરવા માટે પ્રેરણા આપે છે, આપણને કંઈક કરવા માટે પ્રેરણા આપે છે. ભગવદ્‌ ગીતા તે વિચારોનું સંયુક્ત સ્વરૂપ છે, જે તમને ઉદાસીથી વિજય તરફ લઈ જાય છે. મહાત્મા ગાંધી હોય કે લોકમાન્ય તિલક, દરેક લોકો ગીતાથી પ્રભાવિત થયા છે.
આજે દેશના લોકોએ નક્કી કર્યું છે કે ભારતને આત્મનિર્ભર બનાવવું છે. આત્મનિર્ભર ભારત દુનિયા માટે સારું લઈને જ આવશે. કોરોના દરમિયાન ભારતે દુનિયાને મદદ કરી અને હાલમાં પણ આપણી વેક્સિન દુનિયાના અનેક દેશોને આપવામાં આવી રહી છે.
ભારત દુનિયાના દરેક ઘા ને ભરવા ઈચ્છે છે અને માણસાઈની મદદ કરવા માંગે છે. આ માટે ભારતમાં બનેલી કોરોના વેક્સિનની સમગ્ર દુનિયામાં સપ્લાય કરવામાં આવી રહી છે. જેથી કોરોનાના આ મુશ્કેલીભર્યા સમયમાંથી દુનિયા જલ્દીમાં જલ્દી બહાર આવી શકે. આવું કરીને ભારત પોતાને ગર્વ અનુભવી રહ્યું છે.a

Related posts

દેશમાં સતત બીજા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો નોંધાયો…

Charotar Sandesh

વિદેશી મદદ : જર્મનીએ મોકલ્યા ૧૨૦ વેન્ટિલેટર, અમેરિકાની ત્રીજી શિપમેન્ટ…

Charotar Sandesh

દિલ્હીની હવા ખતરનાક સ્તરે : સિગ્નેચર બ્રિજ દેખાવાનો બંધ થયો…

Charotar Sandesh