અકસ્માતની ઘટનાને ઘટાડવા માટે સુરત પોલીસ કમિશનરે મહત્વનો આદેશ આપ્યો છે. તેમણે રસ્તા પર રખડતા ઢોર -ઢાખરના માલિકો સામે ગુનો દાખલ કરવા આદેશ કર્યા છે. આ પ્રકારનો નિર્ણય રોડ સેફટી કાઉન્સીલની મળેલી બેઠકમાં લેવાયો છે. આ ઉપરાંત ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા ચાલકોના લાયસન્સ સુધા સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા રસ્તા પર બેરીકેટિંગ અને રોંગ સાઈડમાં આવતા વાહનો ચાલકો સામે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.