મુંબઈ : બોલીવુડ સ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાના કામને લીધે નહીં પરંતુ પોતાના સંબંધોને લઇને છાશવારે ચર્ચામાં રહે છે. વારે વારે એમના લગ્નની વાતો સામે આવે છે. ક્યારેક બંનેના લગ્નની તારીખ પણ જાહેર કરી દેવાય છે તો લગ્ન સ્થળ અંગેની અફવાનું બજાર ગરમ થઇ જાય છે. જોકે હજુ સુધી આ બંનેએ ક્યારેય આ અંગે કોઇ ફોડ પાડ્યો નથી.
જોકે હાલમાં જ આલિયા ભટ્ટે લગ્ન અંગે એવી વાત કરી છે કે રણબીર કપૂરના ચહેરાનો રંગ ઉડી જાય. આલિયાએ લગ્ન અંગે મૌન તોડ્યું છે. આલિયાએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મીડિયામાં સામે આવી રહેલી લગ્નની વાતે એન્ટરટેઇનમેન્ટથી વધુ કંઇ નથી. આ વાતો એમના માટે માત્ર એન્ટરટેઇન્મેન્ટ જ છે. રોજ નવી નવી વાતો સામે આવે છે.
આ ઇન્ટરવ્યૂમાં આલિયાએ એ અફવાઓને છેદ ઉડાવી દીધો કે જેમાં કહેવાતું હતું કે, એમના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે અને કપૂર પરિવારના સંબંધીઓને આમંત્રણ પણ મોકલી દેવાયા છે. જોકે આલિયાના આ જવાબ પર કેટલાક લોકો સવાલ પણ ઉઠાવી રહ્યા છે. તેણે સીધી રીતે આ સવાલનો જવાબ આપવાને બદલે સીધું જ એન્ટરટેઇમેન્ટ કેમ કહ્યું?