જીનેવા : વિશ્વની સૌથી પહેલી કોરોના વેક્સીન શોધી તેની નોંધણી કરી ચૂકેલા રશિયા સામે મહાસત્તા અમેરિકા અને વિશ્વ સ્વાસ્થ સંગઠને સવાલો ઉભા કરી શોધાયેલી કોરોના વેક્સીનના ઉપયોગ માટે ચેતવણી જાહેર કરી છે. રશિયાએ વેક્સીન શોધી લઇ તેની માહિતી આપતી વેબસાઇટ પણ બનાવી દુનિયા સામે મૂકી દીધી છે, તો કોરોના સંક્રમણથી પ્રભાવિત ઘણાખરા દેશોએ રશિયાને વેક્સીન તૈયાર કરવાના ઓર્ડર પણ આપી દીધા છે.
રશિયાની કોરોના વેક્સીન પર કેટલાક દેશોએ આશંકા જાહેર કરી છે. એવામાં WHOએ પણ રશિયા પાસેથી કોરોના વેક્સીનની વિગતવાર માહિતી માંગી છે. સંસ્થાએ રશિયન સરકારને વેક્સીન વિશે કરાયેલા તમામ રિસર્ચ જાહેર કરવાની સાથે વેક્સીન રજિસ્ટર કરતા પહેલા ક્લીનિકલ ટ્રાયલ પૂર્ણ કરવા જણાવ્યુ હતું.
કોરોના વાયરસના ઉદભવ સ્થાન ચીને તેના સૈનિકોને કોરોના રસી લગાવવાનું શરુ કરી દીધુ છે. મીડિયા રિપોર્ટની માનીએ તો પીપલ્સ લિબરેશન આર્મીની મદદથી ચીને કોરોના રસી બનાવી લીધી છે અને મોટાપાયે સૈનિકોને આપવામાં આવી રહી છે. ભારતમાં બે પ્રમુખ કંપનીઓ બાયોટેક અને ઝાયડસ કેડિલા કોરોના વેક્સીન માટે રિસર્ચ કરી રહી છે.