Charotar Sandesh
ઈન્ડિયા

રાજસ્થાન સંકટ : સ્પીકરનો યુ ટર્ન, સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી…

હાલ સુનાવણીની જરૂર નથીઃ જોશીના વકિલ સિબ્બલની દલીલ…

રાજયપાલે વિધાનસભા સત્ર બોલાવવાની ફાઈલ સંસદીય મામલાના વિભાગને પરત મોકલી…

ન્યુ દિલ્હી/જયપુર : રાજસ્થાન સરકારના રાજકીય સંકટમાં સત્તાપક્ષ કોંગ્રેસની લડાઈ કોર્ટ અને રાજભવન સુધી પહોંચી છે. તો રાજ્યપાલ કલરાજ મિશ્રાએ વિધાનસભાનું સત્ર બોલાવવાના ગેહલોત સરકારની નવેસરની લેખિત માંગણીનો આજે ફરી અસ્વીકાર કર્યો છે. બીજી તરફ આજે સોમવારે સ્પીકર સીપી જોશીએ ધારાસભ્યોની અયોગ્યતાની નોટિસના મામલામાં સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી પોતાની રીટ અરજીને પરત લઈ ખેંચી લીધી છે. તેમના વકીલ અને કોંગ્રેસના અગ્રણી કપિલ સિબ્બલે એવી દલીલ કરી હતી કે આ મામલામાં હાલ સુનાવણીની જરૂર નથી. જરૂર જણાશે ત્યારે અમે બીજી વખત તૈયારી સાથે આવીશું. પાયલટ ગ્રુપની અરજી પર હાઈકોર્ટના ચુકાદા પછી સ્પીકરે કોર્ટમાં અપીલ કરી હતી.
આ દરમિયાન સૂત્રોના હવાલાથી અહેવાલ છે કે, રાજ્યપાલે વિધાનસભાનું સત્ર બોલાવવાની ફાઈલ સંસદીય મામલાના વિભાગોને પરત મોકલી છે. રાજભવને સરકાર પાસે બીજી કેટલીક વિગતો માંગી છે.
જ્યારે રાજસ્થાન હાઈકોર્ટ ભાજપના ધારાસભ્ય મદન દિલાવરની અરજી પર સુનાવણી કરશે, જેમાં તેમણે બસપાના છ ધારાસભ્યોના કોંગ્રેસમાં મર્જરની વિરુદ્ધ સ્પીકર સમક્ષ દાખલ થયેલી તેમની અરજી પર કોઈ કાર્યવાહી ન થવાની વાતને કોર્ટમાં પડકારી છે. દિલાવરની અરજી પર સોમવારે હાઈકોર્ટના જસ્ટિસ મહેન્દ્ર ગોયલ સુનાવણી કરશે. તેમાં વિધાનસભા સ્પીકર, સેક્રેટરી સહિત બસપાના છ ધારાસભ્યોને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે.
દિલાવરના વકીલ આશીષ શર્માએ જણાવ્યું કે અરજદારે સ્પીકરને ચાર મહિના પહેલા માર્ચ ૨૦૨૦માં બસપના ધારાસભ્ય લખન સિંહ(કરૌલી), રાજેન્દ્ર સિંહ ગુઢા(ઉદયપુરવાટી), દીપચંદ્ર ખેડિયા(કિશનગઢ બાસ), જોગેન્દર સિંહ અવાના(નદબઈ), સંદીપ કુમાર(તિજારા) અને વાજિબ અલી(નગર ભરતપુર)ના કોંગ્રેસમાં મર્જર બાબતે સ્પીકરને ફરીયાદ કરી હતી.

Related posts

મુંબઇની પાસે તોફાન વચ્ચે દરિયામાં જહાજ ડૂબતાં નેવીએ ૧૭૭ લોકોને બચાવ્યા…

Charotar Sandesh

ગુજરાત સહિત દેશના દિવસભરના મુખ્ય સમાચારો જુઓ એક ક્લીકમાં

Charotar Sandesh

કોરોના સંકટઃ ઇસરોના ગગનયાન,ચંદ્રયાન-૩ સહિત અનેજ પ્રોકેટમાં વિલંબ…

Charotar Sandesh