Charotar Sandesh
ઈન્ડિયા

રાજીવ ગાંધીના હત્યાની દોષિ નલિનીએ જેલમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો…

ચેન્નઈ : પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની દોષિ નલિની શ્રીહરનને સોમવારે રાત્રે જેલની અંદર બેરેકમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાનું તેના વકીલે જણાવ્યું છે. નલિની રાજીવ ગાંધીની હત્યાના કેસમાં દોષિ છે અને છેલ્લા 29 વર્ષી જેલમાં છે.

નલિનીને વેલરની મહિલા જેલમાં રાખવામાં આવી છે જ્યાં સોમવારે રાત્રે તેણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું તેના વકીલ પુગલેન્થીએ જણાવ્યું હતું. એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે 29 વર્ષમાં પ્રથમ વખત નલિનીએ આવું પગલું ભરવાનો પ્રયાસ કર્યો છે.

સમગ્ર ઘટનાની વિગત આપતા નલિનીના વકીલે ઉમેર્યું કે, જેલમાં નલિની તેમજ આજીવન જેલની સજા ભોગવનાર અન્ય કેદી વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો. અન્ય કેદીએ આ મામલે જેલરને ફરિયાદ કરી હતી અને ત્યારપછી નલિનીએ જેલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે નલિની પાસેથી આ ઘટના અંગે શું બન્યું તે જાણવાનો પણ પ્રયાસ તેના વકીલ કરી રહ્યા છે.

Related posts

ઈઝરાયેલ અને હમાસમાં રૉકેટ હુમલા યથાવત્‌ : ગાઝામાં ૬૫ અને ઈઝરાયેલમાં ૭ના મોત

Charotar Sandesh

સીએએ-એનઆરસીના વિરોધ વચ્ચે એનપીઆરને મંજૂરી…

Charotar Sandesh

કોરોના રસીનું પ્રથમ તબક્કાનું માનવીય પરીક્ષણ : એક પુરુષને પ્રથમ ડોઝ અપાયો…

Charotar Sandesh