અમદાવાદ : ગુજરાત રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી હતી. રાજ્યનાં અમરેલી, ભરૂચ, તાપી, જુનાગઢમાં મેહુલ્યો વરસ્યો હતો. જેમાં અમરેલી જીલ્લામાં વરસાદનું ફરી આગમન થયું. સાવરકુંડલાના ભમોદ્રા,શેલણા, ફિફાદમા ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી.
જ્યારે ભરૂચ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે ધોધમાર વરસાદનું આગમન થયુ છે .જિલ્લામાં છૂટો છવાયો વરસાદી માહોલ જામ્યો છે. દહેજ રોડ પર તેમજ ભેંસલી ગામ ખાતે સવારે મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.જોકે વરસાદ પડતાની સાથેજ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. જેથી ગરમીથી કંટાળેલા લોકોએ રાહત અનુભવી હતી.
જુનાગઢ માળીયા હાટીના પંથકમાં ધોધમાર વરસાદ થતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા. ઉનાળુ મગફળી તેમજ તલ સહિતના પાકમાં ભારે નુકશાની થઈ હતી. ગયા ચોમાસામાં મગફળી તૈયાર થયા બાદ પાક વઢાતાની સાથે જ વરસાદ થયો હતો જેથી પાક નિષ્ફળ ગયો હતો.આ વર્ષે પણ કઈક એવુંજ થયું છે. ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.