Charotar Sandesh
ગુજરાત

રાજ્યના કેટલાંક વિસ્તારોમાં પવન સાથે વરસાદ…

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની સૌરાષ્ટ્રમાં અસર…

રાજકોટ : અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની અસર સૌરાષ્ટ્ર પર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે અને કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું છે. રાજકોટમાં આજે સવારે અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે વરસાદી ઝાપટું વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ ભાવનગર જિલ્લામાં આજે સવારે જ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આથી રસ્તા પર પાણી ભરાયા હતા. ભાવનગર શહેર અને જિલ્લામાં તળાજા, મહુવા, પાલિતાણા, ગારીયાધાર, સિહોર, ઉમરાળા, વલ્લભીપુર, ઘોઘા સહિતના તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે
અને બીજી તરફ છેલ્લા બે-ત્રણ દિવસથી બફારાનું પ્રમાણ વધ્યું છે. પરંતુ આજે વહેલી સવારે અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી ભાવનગરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકો ગરમીમાંથી રાહત અનુભવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેતરોમાં તૈયાર પાકને નુકસાન પહોંચ્યું છે. આથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
મગફળી અને કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે. હાલ મગફળી કાઢવાની સિઝન ચાલી રહી છે અને ખેડૂતો થ્રેસરમાં મગફળીનો પાક કાઢી રહ્યાં છે. ત્યારે બીજી તરફ વરસાદથી મગફળીનો તૈયાર પાક પલળી રહ્યો છે. કપાસના પાકમાં પણ ફાલ આવ્યો છે અને વરસાદથી ફાલ ખરી જવાની ખેડૂતોમાં ચિંતા છે. સતત વરસાદને કારણે કપાસનો પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી છે.

Related posts

રાજ્યમાં ચાર વર્ષથી વધુ શાસન કરનારા પાંચમા મુખ્યમંત્રી બનશે વિજય રૂપાણી…

Charotar Sandesh

અમદાવાદ આરટીઓમાં ‘૨૭’ નંબર અધધધ… રૂ. ૨.૬૫ લાખમાં વેચાયો…

Charotar Sandesh

રાજ્યમાં તમામ સીટ પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે આમઆદમી પાર્ટી…

Charotar Sandesh