અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસ રેકોર્ડબ્રેક કહેર મચાવ્યો છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલ પણ કોરોના સંક્રમિત હોવાની વિગતો મળી રહી છે. તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગઈકાલે તેઓ દિવસભર અને આજે સવારે પણ ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ઉપસ્થિત હતા.
બે દિવસથી તેઓ ગૃહમંત્રી અમિત શાહ અને CM રૂપાણી સાથે હતા…
રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્ય મંત્રી નીતિન પટેલ કોરોના સંક્રમિત થયા છે. શરૂઆતી શરદીના પ્રાથમિક લક્ષણો જણાંતા નાયબ મુખ્યમંત્રીએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય મંત્રી તરીકે નીતિન પટેલ કોરોનાની શરૂઆતથી જ અનેક હોસ્પિટલોમાં મુલાકાત લેતા હતા.