Charotar Sandesh
ગુજરાત

રાજ્યના ૧૦૫ તાલુકામાં વરસાદ : ઉમરગામમાં ૧૨ કલાકમાં ૧૪ ઈંચ વરસાદ ખાબક્યો…

૨૨ તાલુકામાં દોઢથી લઈને ૪ ઈંચ વરસાદ નોંધાયો…

ગાંધીનગર : રાજ્યમાં ૮ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૦૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં ૧૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ભાણવડમાં ૭ ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉપરાંત ગીર સોમનાથના વેરાવળ, અમરેલીના ખાંભા, જૂનાગઢના માંગરોળ, અમરેલીના બગસરા અને વલસાડના વાપીમાં ૫-૫ ઈંચ વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથના સુત્રાપાડા, અમરેલીના સાવરકુંડલા, પોરબંદરના કુતિયાણા, અમરેલીના જાફરાબાદ અને મોરબીમાં ૪-૪ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડના કપરાડા, અમરેલી, અમરેલીના રાજુલા અને ધારીમાં ૩-૩ ઈંચ નોંધાયો છે. રાજકોટના ઉપલેટા, જૂનાગઢના માણાવદર, માળીયા અને વંથલી તથા અમરેલીના બાબરામાં ૨-૨ ઈંચ વરસાદ નોધાયો છે,
જૂનાગઢ, સાબરકાંઠાના ખેડબ્રહ્મા, જૂનાગઢના વિસાવદર, ભાવનગરના તળાજા, રાજકોટના જામકંડોરણા, મોરબીના માળિયા મિયાણા અને ગીર સોમનાથના કોડીનારમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના કોડીનાર અને તાલાલા, અમરેલીના લાઠી, છોટા ઉદેપુરના બોડેલી, છોટા ઉદેપુર, સંખેડા અને જેતપુર પાવી, રાજકોટના ધોરાજી અને જસદણ તથા વડોદરાના ડભોઈમાં ૧-૧ ઈંચ વરસાદ નોંધોયો છે.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે ૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા ૧૨ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામમાં ૧૪ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વલસાડ જિલ્લાના અન્ય તાલુકામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. દરમિયાન છેલ્લા ૧૨ કલાકમાં વલસાડ જિલ્લાના ઉમરગામમાં બારેમેઘ ખાંગા થયા છે. ગત રોજ સાંજે ૬થી આજે સવારે ૬ વાગ્યા સુધીમાં ૧૪ ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે વાપી તાલુકામાં સવા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે કપરાડામાં પણ ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.
અતિભારે વરસાદ થતાં ઉમરગામ તાલુકાના શહેરી ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ૧૨ કલાકમાં ૧૪ ઇંચ જેટલો મૂશળધાર વરસાદ ઝિંકાતા ઉમરગામ નેશનલ હાઇવે ઉપર ૩ ફૂટ પાણીનો ભરાવો થતાં ટ્રાફિકને ભારે અસર પહોંચી છે. ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળા ઉભરાઇ ગયા હતા. ઉમરગામ શહેરી વિસ્તારોમાં પણ ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોના ઘરોમાં પણ પાણી ભરાઇ જતાં રહીશો કફોડી હાલતમાં મૂકાઇ ગયા છે.

Related posts

રાજ્યમાં એક અઠવાડિયામાં નવા કેસ ૬૬% વધ્યા, અમદાવાદમાં ફરી હોસ્પિટલો ભરાવાનુ શરુ…

Charotar Sandesh

ગોધરા-દાહોદમાં ગુરુપુષ્ય નક્ષત્રમાં રૂ. ૭ કરોડના સોના-ચાંદી ખરીદાયા

Charotar Sandesh

ગુજરાતમાં અસદ્દુદ્દીન ઔવેસીનો પગપેસારો, ઈમ્તિયાઝ જલીલ કહ્યું- ગુજરાત કોઇનુ ગઢ નથી…

Charotar Sandesh