Charotar Sandesh
ગુજરાત

રાજ્યની તમામ શાળામાં ધો.૯થી ૧૨ના વિદ્યાર્થીઓની ૧૯ માર્ચથી પરીક્ષા યોજાશે…

ગાંધીનગર : દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં વધરો થઇ રહ્યો છે. ગત વર્ષે માર્ચમાં લોકડાઉન બાદ શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઇ હતી તે લગભગ ૧૧ મહિના બાદ તબક્કાવાર ખુલી રહી છે. તેવામાં શિક્ષણને ફરી વખત કોરોનાનું ગ્રહણ લાગ્યું. કોરોનાના વધતા જતા ફેલાવે રોકવા માટે ફરી વખત સરકાર દ્વારા પ્રતિબંધો લાગુ થઇ રહ્યા છે. ત્યારે હાલ પરીક્ષાનો સમય હોય, સરકારે તે અંગે એક મહત્વનો નિર્ણય કર્યો છે.
રાજ્યની તમામ શાળામાં ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેની અંદર ધોરણ ૯થી ૧૨ની પરીક્ષા માટેની તારીખની જાહેરાત કરવામાં આવી છે. પરિપત્ર પ્રમાણે ૧૯ માર્ચથી ૨૭ માર્ચ સુધી આ ત્રણે ધોરણની પરીક્ષા યાજાશે. અત્યાર સુધી એવી અટકળો લગાવાઇ રહી હતી કે જે રીતે કોરોનાનો ફેલાવો વધી રહ્યો છે તેને જોતા રાજ્ય સરકાર કદાચ પરીક્ષાને બંધ રાખે અથવા તો અન્ય કોઇ વિકલ્પ અપનાવે, પરંતુ સરકારના આ પરિપત્રથી તે અટકળો પર વિરામ લાગ્યો છે.
આ સાથે જ કન્ટેન્ટમેન્ટ ઝોનના વિદ્યાર્થીઓ માટે સરકારે અલગ નિયમ જાહેર કર્યો છે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓએ પાછળથી પરીક્ષા આપવાની રહેશે. જેના માટે ખાસ આયોજન કરવામાં આવશે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવેલી શાળાઓ માટે આ લાગુ થાય છે.
આ સિવાય મળતી માહિતિ પ્રમાણે કોરોનાની આ સ્થિતિ વચ્ચે પરીક્ષાના આયોજન અંગે રાજ્યના મુખ્ય સચિવ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરશે. તો રાજ્યના શિક્ષણમંત્રી પણ આ વિશએ અધિકારીઓ વિશએ ચર્ચા કરશે. તો બીજી તરફ રાજ્યભરમાં વકરતા કોરોનાને કારણે ગુજરાત વાલી મંડળે ૨૦ દિવસ સ્કૂલ બંધ રાખવાની માંગ કરી છે. અત્યાર સુધી રાજ્યમાં અંદાજે સ્કૂલમાં ૪૦૦ જેટલા કોરોના કેસ નોંધાયા હોવાનુ અનુમાન છે.

Related posts

હાલ વરસાદની કોઇ સંભાવના નથી : ૧૭ ઑગસ્ટ બાદ પુનઃએન્ટ્રી થશે

Charotar Sandesh

મોતના આંકડા છૂપાવતા હોવાના અહેવાલ પાયાવિહોણા : પ્રદિપસિંહ જાડેજા

Charotar Sandesh

બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા ફરી લેવાની એનએસયુઆઈની માંગ…

Charotar Sandesh