Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં ટૂંક સમયમાં શરૂ થઇ શકે છે ટયૂશન ક્લાસિસ : સંચાલકોની શિક્ષણમંત્રી સાથેની મુલાકાત…

સંચાલકોની શિક્ષણમંત્રી સાથેની મુલાકાતમાં સંકેત…

ગાંધીનગર : કોરોના કાળમાં લાંબા સમયથી શાળાની સાથે ટ્યુશન ક્લાસિસ પણ બંધ છે. ત્યારે આ મુદ્દે આજે ફેડરેશન ઓફ અકેડેમીક એસોસિએશન ગુજરાતના હોદેદારો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મળ્યાં હતા. મુલાકાત સકારાત્મરક રહી હોવાથી ટૂંક સમયમાં ક્લાસિસ શરૂ થઇ શકે છે, તેવા સંકેત મળી રહ્યાં છે. સૌરાષ્ટ્ર એકેડમિક એસોસિયેશન દ્વારા શિક્ષણ મંત્રી સામે ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા માંગણી કરાઈ છે. આજે ફેડરેશન ઓફ એકેડમિક એસોસિયેશનના ગુજરાતના હોદ્દેદારો શિક્ષણમંત્રીને મળ્યા હતા.
હોદેદારોના જણાવ્યા મુજબ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાથેની મુલાકાત સકારાત્મક રહી હતી. ત્રણ દિવસમાં સમગ્ર મામલે નિર્ણય જાહેર કરવામાં આવશે. સ્થાનિક વહીવટી તંત્રની પરવાનગી લીધા બાદ ક્લાસિસ ટૂંક સમયમાં શરૂ કરવાની મંજૂરી મળી શકેશે, આ પ્રકારના સંકેત શિક્ષણમંત્રી ભૂપતસિંહ ચુડાસમાએ આપ્યો છે. ૨૭ જાન્યુઆરીએ કેબિનેટની બેઠક મળનાર છે. જેમાં ટયુશન ક્લાસિસ મુદ્દે આખરી નિર્ણય લેવાઇ શકે છે.

Related posts

આંકલાવ પોલીસનો તરખાટ પાસાના અટકાયતી રામાને મોકલ્યો અમદાવાદ સેન્ટ્રલ જેલ

Charotar Sandesh

મેડિકલ, પેરામેડીકલ સ્ટાફ જીવના જોખમે લોકોની સેવા કરી રહ્યો : સીએમ રૂપાણી

Charotar Sandesh

લોકો ૩૦ વર્ષથી ભાજપની સરકાર બનાવી રહ્યા છે પરંતુ યુવાનો પાસે રોજગારી નથી : હાર્દિક પટેલ

Charotar Sandesh