Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં ધોરણ ૯ અને ૧૧ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે, ટ્યૂશન ક્લાસિસને મંજૂરી…

  • શિક્ષણમંત્રીની જાહેરાત : રાજ્યમાં ધોરણ ૯ અને ૧૧ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે, ધો.૯થી ૧૨ના જ ટ્યૂશન ક્લાસિસને મંજૂરી…

કોરોના વૈશ્વિક મહામારીની વચ્ચે રાજ્યમાં ૧૧મી જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગો શરુ કરવામાં આવ્યા હતા જેમાં સંતોષકારક રીતે બાળકોની હાજરી જોવા મળી રહી છે. ત્યારે આજે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ ધોરણ ૯ અને ૧૧નું શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગો શરુમાં વાલીઓએ પણ મોટી સંખ્યામા સંમતિપત્રક આપ્યા છે. લગભગ ધોરણ ૧૦ અને ૧૨માનું શિક્ષણકાર્ય ધો-૧૦ અને ધો-૧૨નું શિક્ષણ કાર્ય સામાન્ય સ્થિતિમાં ચાલી રહ્યું છે. તમામ એશોસિએશન આ સંતોષ કારક સ્થિતિ વચ્ચે નિર્ણય લેવામાં આવ્યું છે કે ૧ ફેબ્રુઆરીથી ધો-૯ અને ધો ૧૧નું શિક્ષણ કાર્ય શરૂ થશે.

૧૧ જાન્યુઆરીથી ધોરણ ૧૧ અને ૧૨નું શિક્ષણકાર્ય ચાલુ કરી દેવામાં આવ્યું છે. વાલીઓએ સંમતિપત્રક આપતાં બાળકોની હાજરીમાં સતત વધારો થઈ રહ્યો છે. લગભગ ધોરણ ૧૦ અને ૧૨નું શિક્ષણકાર્ય પૂર્વવત સામાન્ય સ્થિતિમાં ચાલતુ હોય તેમ થઈ ગયું છે. તમામ એસઓપીનું પાલન કરવામાં આવ્યું છે.

આ અંગે કેબિનેટની બેઠક પૂરી થયા બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરતા જણાવ્યું કે રાજ્યમાં ધોરણ ૯ અને ૧૧ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી શરૂ કરાશે. એ ઉપરાંત કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે, ટ્યૂશન ક્લાસિસ શરૂ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. ટ્યૂશન ક્લાસિસ પણ ધોરણ ૯થી ૧૨ના જ શરૂ કરવા મંજૂરી આપી છે. ધોરણ ૯ અને ૧૧ના વર્ગો શરૂ કરવા માટે ૮ જાન્યુઆરીએ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે.

Related posts

દિવાળી પહેલા રાજ્યનાં તમામ બિસ્માર રસ્તાઓને રીપેર કરવા સરકારનો આદેશ…

Charotar Sandesh

રાજકોટનું ધમણ-૩ વેન્ટિલેટર તમામ પરીક્ષણમાં પાસ : જ્યોતિ સીએનસી

Charotar Sandesh

મુખ્યમંત્રીએ અમદાવાદના ૧૦૧૬ કરોડના ૬૧ કામોનું ઇ-લોકાર્પણ કર્યું…

Charotar Sandesh