Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં ૨૦ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી…

ગાંધીનગર : આજથી રાજ્યમાં ફરી એકવખત મેઘરાજા ધમાકેદાર ઈનિંગની શરૂઆત કરશે. ગુજરાત પર એક સાયક્લોનિક સિસ્ટમ સક્રીય થતા હવામાન વિભાગે ૧૯ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે ૧૯ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દ્વારકા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ સિવાય મોરબી, સુરેન્દ્રનગર, જામનગરમાં પણ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્રને એલર્ટ કરાયું છે. હવામાન વિભાગના મતે ૧૭થી ૨૦ ઓગસ્ટ સુધી અહીં ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. જેથી તલાટીઓને ગામમાં જ રહેવા સૂચના અપાઈ છે.
નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. ભારે વરસાદના પગલે પાણી ભરાતા હોય તેવો કોઝ-વે બંધ કરવા સૂચના પણ આપવામાં આવી છે. અમરેલીમાં પણ હવામાન વિભાગની અગાહી બાદ તંત્ર એલર્ટ થઈ ગયું છે. અમરેલીના જાફરાબાદ તંત્ર દ્વારા માછીમારોને સૂચના અપાઈ છે. દરિયો ૧૭થી ૨૦ ઓગસ્ટ તોફાની રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની મતે સાંચબંદર, શિયાળબેટ, રાજપરામાં સૂચના અપાઈ છે. જાફરાબાદ બોટ એસોશિએશને તમામ બોટ લાંગરી દીધી છે. બંગાળાની ખાડી, ઝારખંડ અને ઉત્તર ઓરીસ્સામાં લો-પ્રેશર તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. વરસાદી સિસ્ટમના કારણે હજુ આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
જેમાં ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાના સંકેતો કરવામાં આવ્યાં છે, જ્યારે અન્ય ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ સોમવારે ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, બનાસકાંઠા, આણંદ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છમાં શરૂઆતના ત્રણ દિવસ અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ સિવાય મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામગર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Related posts

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજ્ય શાખા શ્રેષ્ઠ કાર્યશૈલીને કારણે દેશમાં પ્રથમ…

Charotar Sandesh

કૃષિ કાયદાના વિરોધમાં અમિત ચાવડાએ કરી ખેડૂતો સાથે ખાટલા બેઠક…

Charotar Sandesh

સરકાર કોઇની પણ હોય, આદિવાસીઓનો પ્રશ્ન આવશે તો હું હંમેશા લડીશ : મનસુખ વસાવા

Charotar Sandesh