Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં ૪-૫ જૂને ત્રાટકશે ‘હિકા’ વાવાઝોડું, કચ્છ તરફ ફંટાય તેવી દહેશત…

અરબી સમુદ્રામાં સર્જાયેલા ડિપ્રેશનને લઈને જામનગર, પોરબંદર, ભાવનગર, મોરબી અને જાફરાબાદમાં ૧ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે…

અમદાવાદ : ગુજરાત પર હાલ વાવાઝોડાના સંકટ વચ્ચે ‘હિકા’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. આ વાવાઝોડું ચોથી અને પાંચમી જૂનના રોજ રાજ્યના દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ ફંટાય તેવી દહેશત છે. ‘હિકા’ વાવાઝોડું કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ઘમરોળીને રાજસ્થાન તરફ આગળ વધશે અને ત્યાં જ વિખેરાઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અગાઉ હિકા વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ જવાનું હતું. પરંતુ અરબી સમુદ્રમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે હવે આ વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. હવામાન સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે, આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો કલાકના ૧૨૦ કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
હવામાન વિભાગે ૩૧ મે સુધી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી છે. આગામી ૪ અને ૫ જૂનના રોજ દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ વાવાઝોડા તરીકે ફંટાય તેવી દહેશત વ્યક્ત કરાઈ રહી છે. આ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ લેશે તો દ્વારકા થઈને તે કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળતું રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઇ જાય તેવી શક્યતાઓ છે. અરબી સમુદ્રામાં સર્જાયેલા ડિપ્રેશનને લઈને જામનગર, પોરબંદર, ભાવનગર, મોરબી અને જાફરાબાદમાં ૧ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને સાવચેતીના ભાગરૂપે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં વાવાઝોડાના સંકટને લઈને મોરબીના નવલખી બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ભાવનગરમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ છે,
ત્યારે દરિયામાં કરંટ જોવા મળતાં ઘોઘા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ અલંગ પોર્ટ ઓફિસર અરવિંદ મિશ્રાએ એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. હાલ પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. આ અસરને જોતા પોરબંદર દરિયામાં બંદરે એક નંબરનું સિગ્નલ લગાડાયું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે સાવચેતીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપી છે. અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને લઈને જાફરાબાદ બંદર પર સાવચેતીના ભાગરૂપે ૧ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે જાફરાબાદ બંદર પર મોટાભાગની બોટો પરત આવી ગઈ છે અને માછીમારોને પણ માછીમારી ન કરવા સૂચના આપવામાં આવી છે.

Related posts

વેતનના પડતર પ્રશ્નો અંગે એલઆઇસીના કર્મચારીઓ હડતાલ પર ઉતરશે…

Charotar Sandesh

ગુજરાતના આ શહેરમાં હિન્દુ સંગઠનો દ્વારા પઠાણ ફિલ્મનો વિરોધ, થિયેટર પરથી પોસ્ટર ઉતારી લીધા

Charotar Sandesh

સુરતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર એકાએક દિવાલ ધસી પડતા ૪ શ્રમિકોના મોત

Charotar Sandesh