ગાંધીનગર : ગુજરાતમાં ચોમાસાની વિધિવત્ શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ૫ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં દરિયા કિનારાના વિસ્તારોમાં ૪૦ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી દીધી છે. જેથી તંત્ર સહિત લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ડાંગ, નર્મદા, સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નવસારી, ભરૂચ, વલસાડમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. એટલું જ નહીં, અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાંથી મેઘરાજાએ વિધિવત એન્ટ્રી કરી છે. જોકે ચાલુ વર્ષ ચોમાસુ અન્ય વર્ષોની સરખામણીએ વહેલા આવી ગયું છે. ભારતમાં હવામાન વિભાગ દ્વારા ૪૦ વર્ષના ડેટા અભ્યાસ બાદ પૂર્વાનુમાન લગાવ્યું હતું કે, ગુજરાત ચોમાસાનું સત્તાવાર ૨૧ જૂનના આગમન થશે. પરંતુ જે રીતે સિસ્ટમ સક્રિય થઈ રહી છે, અને કેરળમાં ચોમાસુ શરૂ થયા બાદ ઝડપથી આગળ વધી રહ્યું હતું. જેના કારણે ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલું થયું છે. કોરોનામાં લોકડાન હોવાના કારણે ચાલુ વર્ષે આખા ભારતમાં વરસાદ સહિત તમામ ઋતુઓની પેટન બદલાતી જોવા મળી છે. જૂન મહિનામાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી વધુ જોવા મળી, અને જેના કારણે રાજ્યમાં વરસાદ પણ થયો. જે ખેડૂતો માટે ફાયદોકારક રહશે. ચોમાસુની એક્ટિવિટી સાથે સાથે બે વાવાઝોડા પણ આવ્યા હતા. તેમ છતાં પણ ચોમાસા માટે પરિસ્થિતિ સાનુકૂળ રહી છે, અને ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. હવામાન વિભાગના ઇન્ચાર્જ ડાયરેક્ટ મનોરમ મોહન્તિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિધિવત ચોમાસાનું આગમન થઈ ગયું છે અને સાકલોનીક સર્ક્યુલેશનના કારણે આગામી ૫ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહશે. ભારે વરસાદની આગાહી કરી છે.