ન્યુ દિલ્હી : દેશભરમાં કોરોનાના વધી રહેલા કેસથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની ચિંતા વધી રહી છે. એક તરફ કોરોનાની રસી આપવાનુ અભિયાન ચાલી રહ્યુ છે તો બીજી તરફ કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે.
આ મામલામાં કેન્દ્રીય મંત્રી હર્ષ વર્ધને એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, કોરોના તો જવા માંગતો હતો પણ આપણે કોરોના સાથે પ્રેમ કરી બેઠા છે.કોરોનાની બીજી લહેર જે આપણે જોઈ રહ્યા છે તે બેદરકારીના કારણે છે. લોકો કોરોનાને લઈને બેફીકર થઈ રહ્યા છે.કોરોનાની ગાઈડલાઈનને ફોલો કરી રહ્યા નથી અને સોશિયલ ગેધરીંગ વધી રહ્યુ છે.જેના કારણે કોરોનાનુ સંક્રમણ પણ વધતુ નજરે પડી રહ્યુ છે.
તેમણે કહ્યુ હતુ કે, માસ્ક પહેરવાની અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની ગાઈડલાઈનનુ લોકો પાલન કરી રહ્યા નથી.હું જવાબદારીથી કહેવા માંગુ છું કે, કેન્દ્ર સરકારે તમામ રાજ્યો સાથે મળીને કોરોનાની લડાઈ બહુ પ્રામાણિકતાથી લડી છે અને આ મામલે કોઈ ભેદભાવ કરવામાં આવ્યો નથી.દેશનુ કોઈ રાજ્ય કહી શકે તેમ નથી કે તેને વેક્સીન મળી નથી.
આગળ પણ દરેક રાજ્યની ક્ષમતા પ્રમાણે વેક્સીનનો સપ્લાય ચાલુ રાખવામાં આવશે.રાજ્યો તેનો પૂરેપૂરો ઉપયોગ કરે.આ બજેટમાં ૩૫૦૦૦ કરોડ રુપિયા વેક્સીન માટે અનામત રખાયા છે.