Charotar Sandesh
ગુજરાત

રાજ્ય સરકારે જાહેર કર્યું અનલોક-૫નું જાહેરનામું, શાળા શરૂ કરવા મુદ્દે નિર્ણયની સંભાવના…

ગાંધીનગર : કોરોના વૈશ્વિક બિમારી વચ્ચે કેન્દ્ર સરકારે બુધવારે અનલોક-૫ની ગાઇડલાઇન્સ જાહેર કર્યા બાદ રાજ્ય સરકારે પણ જાહેરનામું જાહેર કરી દીધી છે, જેમાં ૧૫ ઓક્ટોબર બાદ શાળા ખોલવા મુદ્દે સમીક્ષા, શિક્ષણજગત, મનોરંજન, સામાજિક કાર્યક્રમો અંગે વિચાર વિમર્શ કરવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારના જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું પાલન કરાશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા અનલોક ૫ ને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

કેન્દ્રની ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરવાની જાહેરાતની સાથે ગૃહ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં શાળાઓ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ અને કોલેજો શરૂ કરવા બાબતે નિર્ણય લેવાશે. આ સિવાય ૧૫ ઓક્ટોબર બાદ શાળા શરૂ કરવા બાબતે રાજ્ય સરકાર સમિક્ષા કરશે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આખરી નિર્ણય લેવાની સત્તા આપી છે. થિયેટર, સ્પોટ્‌ર્સ મેન માટે સ્વિમિંગ પુલ શરૂ કરવા મંજૂરી અપાઈ છે. વિવિધ એન્ટરટેઇન્મેન્ટ પાર્ક પણ કેન્દ્રની ગાઈડલાઈન મુજબ ચાલુ કરી શકાશે.

રાજ્યમાં શાળા, કોચિંગ સંસ્થાઓ ૧૫મી ઓક્ટોબર બાદ પુનઃશરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે.

કન્ટેન્મેન્ટ ઝોન બહાર સામાજિક/શૈક્ષણિક/મનોરંજન/સાંસ્કૃતિક/ધાર્મિક/રાજકીય મેળાવડા તથા સભાઓમાં ૧૦૦થી વધુ વ્યક્તિની હાજરી અંગે જે-તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ નિર્ણય લઈ સિનેમા-મલ્ટિપ્લેક્સ-થિયેટર્સને ૫૦% સીટિંગ કેપેસિટી સાથે શરૂ કરી શકાશે.
સ્વિમિંગ પૂલ ખૂલશે. મનોરંજન પાર્ક તથા એનાં જેવાં સ્થળોને ખોલવા મંજૂરી અપાશે.
તમામ ધાર્મિક સ્થળો ૭ જૂન, ૨૦૨૦ના દિવસે આરોગ્યમંત્રાલયે જાહેર કરેલી એસઓપી મુજબ જ રહેશે.
રાજ્યની હોટલ્સ અને રેસ્ટોરાં રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે અને ટેક અવે માટે કોઈ લિમિટ આપવામાં આવી નથી.
શોપિંગ મોલ્સ ૮મી જૂને જાહેર થયેલા નિયમો સાથે યથાવત્‌ રહેશે.
લાઇબ્રેરી ૬૦ ટકા લોકોની કેપેસિટી સાથે ખોલી શકાશે.
રાજ્યમાં GSRTC/ સિટી બસ/ પ્રાઇવેટ બસ સર્વિસમાં ૭૫ ટકા લોકોને બેસાડી શકાશે.
મેટ્રો રેલ સેવા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે યથાવત્‌ રહેશે.

Related posts

વિદેશથી આવેલા વધુ ૨૬ મુસાફરોને ભાટ પાસેની હોટેલમાં શિફ્ટ કરાયા…

Charotar Sandesh

૪૦% વાલીઓએ સંમતિ ન આપતા ધોરણ ૬થી ૮ના વર્ગોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી…

Charotar Sandesh

વડોદરામાં બાબા રામદેવનો વેશ ધારણ કરી મોંઘવારીના વિરોધમાં સાયકલ યાત્રા કાઢી…

Charotar Sandesh