Charotar Sandesh
ગુજરાત

રામ મંદિર માટે આ ગુજરાતી ઉદ્યોગપતિએ કર્યું ૫ કરોડનું દાન…

વાપી : રામ મંદિર નિર્માણ નિધિમાં દેશભરમાં ખોબલે ભરીને દાન આવી રહ્યું છે. રામ મંદિર માટે લોકો દાનની સરવાણી વહાવી રહ્યાં છે. આવામાં ગુજરાતીઓ પણ મોખરે છે. વાપી જીઆઈડીસીના અગ્રણી અને પાયાના ઉદ્યોગપતિ એવા રજ્જુ શ્રોફે રામ મંદિર માટે ૫ કરોડનું દાન કર્યું છે.
વાપીની યુપીએલ લિમિટેડનાં ચેરમેન રજ્જુ શ્રોફે રામ મંદિર સર્મપણ નિધિ કાર્યક્રમમાં ૫ કરોડનું દાન કરાયું છે.
દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત ઉદ્યોગપતિ રજ્જુ શ્રોફને પદ્મભૂષણના સર્વોચ્ચ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. રજ્જુ ભાઈ શ્રોફ તેમજ તેઓના પરિવારજનોએ રામ મંદિર સમર્પણ નિધિ કાર્યક્રમમાં રૂપિયા ૫,૦૦,૦૦,૦૦૦ રકનું સમર્પણ કર્યું હતું. રજ્જુ શ્રોફ વલસાડ જિલ્લા રામ મંદિર સમર્પણ નિધિનાના ચેરમેન પણ છે.
રજ્જુ શ્રોફની કંપની યુપીએલ લિમિટેડ એશિયાની ટોચની પેસ્ટીસાઈડ્‌સ બનાવતી કંપનીઓમાંની એક છે. વાપીમાં ઉદ્યોગોનો પાયો નાંખવામાં રજ્જુ શ્રોફનો મોટો ફાળો છે. ઉદ્યોગ ઉપરાંત તેઓ સામાજિક ક્ષેત્રે પણ સંકળાયેલા છે. વાપી એસ્ટેટમાં શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે તેમનું મોટું યોગદાન છે. તેમનો વાપીમાં જીઆઇડીસીની રોફેલ કોલેજ, જ્ઞાનધામ સ્કુલ, રોટરી કલબનો પાયો પણ તેમના હસ્તે નંખાયો છે.

Related posts

બહુચરાજી માતાજીને પહેરવાયો અંદાજિત ૩૦૦ કરોડનો નવલખો હાર…

Charotar Sandesh

કોરોના હાંફી ગયો : ગુજરાતમાં ઘટીને આજે નવા 908 કેસ, આણંદમાં 13, ખેડામાં 11 કેસો નોંધાયા…

Charotar Sandesh

આનંદો..!! હોળી પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે…

Charotar Sandesh