Charotar Sandesh
ગુજરાત

રાષ્ટ્રપતિ કોવિંદ દીવ મહોત્સવમાં હાજરી આપશે, રેડ કાર્પેટમાં સ્વાગત…

ગાંધીનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે છે. તેઓ રાજકોટ એરપોર્ટ પરથી દીવ મહોત્સવમાં જવા ખાસ હેલિકોપ્ટરથી રવાના થશે. એરપોર્ટ પર રેડ કાર્પેટ પર તેમનુ સ્વાગત કરાશે. દીવમાં રાષ્ટ્રપતિ જુદા-જુદા કામોનું ખાતમુહૂર્ત કરશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ૧૨ઃ૧૦ કલાકે રાજકોટ એરપોર્ટ પર આગમન થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજકોટ એરપોર્ટ ટૂંકું રોકાણ કરશે. રાષ્ટ્રપતિનું એરપોર્ટ પર તેમનું રેડ કાર્પેટ સ્વાગત કરાશે. રાજકોટથી રાષ્ટ્રપતિ દીવ જવા રવાના થશે. દીવમાં બપોરે ૧.૫૫ કલાકે જલંધર બીચ પર સર્કિટ હાઉસનું ઉદઘાટન કરશે. તો આવતીકાલે ૨૬મીએ તેઓ દીવમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.

દીવમાં સવારે ૧૦.૩૦ વાગ્યે ગંગેશ્વર મંદિરમાં પૂજા કરશે…
૧૧ઃ૩૦થી ૧૨ઃ૩૦ વચ્ચે દીવમાં જુદા-જુદા કામોનું કરશે ખાતમુહૂર્ત
દીવમાં ૬ઃ૨૦ કલાકે ફૂડકોર્ટ સ્ટોલનું કરશે ઉદઘાટન

૨૭મીનું શિડ્યુલ
દીવમાં સાંજે ૪થી ૫ દરમિયાન ઘોઘલા બીચની મુલાકાત લેશે
૬ઃ૫૫થી ૭ઃ૪૦ દરમિયાન દીવના કિલ્લાની મુલાકાત લેશે
કિલ્લામાં લાઈટ એન્ડ રાઉન્ડ શોનું આયોજન

૨૮મીનું શિડ્યુલ
સવારે ૧૦ઃ૩૦ કલાકે દીવથી રાજકોટ આવવા રવાના થશે
૧૧ઃ૩૫ રાજકોટ એરપોર્ટ પર સ્વાગત અભિવાદન
૧૧ઃ૪૫ કલાકે રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા રવાના-
બપોરે ૧ઃ૩૦ કલાકે દિલ્હી પહોંચશે

Related posts

વાતાવરણમાં પલટાથી દરિયો તોફાની બન્યો, એક જહાજ અને બે બોટ ડૂબી

Charotar Sandesh

બીએપીએસના મહંતસ્વામીએ રશિયા અને યુક્રેન યુદ્ધ સમાપ્ત થાય તે માટે પ્રાર્થના કરી

Charotar Sandesh

વડોદરામાં પેટ્રોલ-ડિઝલ અને મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસનું હલ્લાબોલ

Charotar Sandesh