કોહલીને લઇ દિલીપ દોશીએ કહ્યું…
ન્યુ દિલ્હી : વિરાટ કોહલી પોતાના પહેલા બાળકના જન્મ પહેલા જ ભારત આવી ગયો છે, કોહલીએ પ્રથમ ટેસ્ટ મેચ રમીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરથી પેટર્નલ લીવ લઇને ભારત પરત ફર્યો છે. એકબાજુ કોહલીના આ પગલાની કાંગારુ ખેલાડી સ્ટીવ સ્મિથે પ્રસંશા કરી છે, તો બીજી બાજુ પૂર્વ ભારતીય ક્રિકેટર દિલીપ દોશીએ આ નિર્ણયની નિંદા કરી છે. દિલીપ દોશીએ કોહલી માટે કહ્યું કે, રાષ્ટ્રીય કર્તવ્ય કોઇપણ વસ્તુથી ઉપર હોવુ જોઇએ.
દિલીપ દોશીએ સ્પોટ્ર્સ કીડા પર એક ફેસબુક લાઇવ સેશનમાં કહ્યું કે, મારા માટે ભારતની કેપ્ટનશીપ કરવી મારા મગજમાં સૌથી મહત્વપૂર્ણ વાત હશે. આ એક ડુબજુ જહાજ છે. આ સમય છે જ્યારે ટીમને તેના કેપ્ટનની સૌથી વધુ જરૂર છે. જો તમે આ સમય તેમને છોડી દો છો તો તમે બહુ બધા અનુઉત્તરિત સવાલોને પોતાના ડ્યૂટીની સાઇડ છોડી રહ્યાં છે. હુ માત્ર આશા અને પ્રાર્થના કરુ છુ કે ટીમ આનાથી બહાર આવવા માટે પર્યાપ્ત કેરેક્ટર બતાવો.
ભારત માટે ૩૩ ટેસ્ટ અને ૧૫ વનડે રમી ચૂકેલા અનુભવી સ્પિનર દિલીપ દોશીએ કહ્યું કે, કોહલી જેવા ખેલાડીએ આ નિર્ણય લેવો સારો નથી. દોશીએ કહ્યું કે મને ખબર છે કે એક મૉર્ડન ફિનોમેના છે, જેમાં લોકોનુ માનવુ છે કે બાળકોની ડિલીવરીના સમયે પોતાના પરિવાર અને જીવનસાથીને સાથે હોવુ જોઇએ, પરંતુ તમે નેશનલ ડ્યૂટી પર હોવ છો ત્યારે આ બાબત રાષ્ટ્રીય કર્તવ્ય પર આવી જાય છે. તેમને કહ્યું જો હુ કોહલીની જગ્યાએ હોય તો હુ ના જતો, મારા માટે નેશનલ ડ્યૂટી – રાષ્ટ્રીય કર્તવ્ય સૌથી પહેલા આવે છે.