Charotar Sandesh
ઈન્ડિયા

રાહુલ-સોનિયા ભારતીય નાગરિક નથી, તેમની નાગરિકતા જલ્દી ખત્મ થશે : એસ. સ્વામી

હૈદરાબાદ : પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે એઆઇસીસી અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની નાગરિકતા જલ્દી જતી રહેશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા હેદરાબાદ વિશ્વવિદ્યાલયમાં આયોજિત ’સીએએ – એક સમકાલીન રાજકારણથી આગળ એક એતિહાસિક જરૂરિયાત’ પર સંબોધન આપતાં કહ્યું કે ફાઇલ ગૃહ મંત્રી અમિત શાહના ટેબલ પર છે અને જલ્દી જ તેઓ પોતાની નાગરિકતા ગુમાવી દેશે.

એક ખાનગી મીડિયાના રીપોર્ટ અનુસાર ભારતીય બંધારણનો હવાલો આપતાં કહ્યું કે જે લોકો ભારત રહેવા છતાં બીજા દેશની નાગરિકતા લઇ રહ્યાં છે, તેમની ભારતીય નાગરિકા સ્વતંત્રતા સમાપ્ત થઇ જશે.

સુબ્રમણ્ય સ્વામીએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધીએ ઇંગ્લેન્ડમાં વેપાર શરૂકરવામાં માટે બ્રિટિશ નાગરિકતાનો વિકલ્પ પસંદ કર્યો હતો જો કે રાહુલ ગાંધી નાગરિકતા માટે નવી રીતે અરજી કરી શકે છે. કારણ કે તેમના પિતા રાજીવ ગાંધી એક ભારતીય હતા. પરંતુ તેઓ પાતની માતા સોનિયા ગાંધીની સાખનો ઉપયોગ કરતાં અરજી કરી શકે છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેઓ ભારતીય નાગરિક નથી.

નાગરિકતા સંશોધન અધિનિયમ પર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે સીએએને સાચી રીતે સમજવામાં આવ્યું નહીં અને તેનો વિરોધ કરનારાઓએ પોતે આ અધિનિયમને વાંચ્યો નથી.

Related posts

ખેડૂત આંદોલનમાં તિરાડ : રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠનના નેતા અલગ થયા…

Charotar Sandesh

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત થયા કોરોના સંક્રમિત…

Charotar Sandesh

દેશમાં કોરોના હાંફ્યો : ૨૪ કલાકમાં કેસ ઘટીને ૨૭,૦૭૧ થયા…

Charotar Sandesh