Charotar Sandesh
ગુજરાત

રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી…

ગાંધીનગર : આજે ગણેશ ચતુર્થી છે. પ્રાચીન સમયમાં આ તિથિએ ગણેશજી પ્રગટ થયા હતાં. ગણેશ ઉત્સવ ભાદરવા મહિનાના વદ પક્ષની ચોથથી લઈને અનંત ચૌદશ સુધી ઉજવવામાં આવે છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગણેશ ચતુર્થીના પાવન પર્વ પ્રસંગે મુખ્યમંત્રી નિવાસમાં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપનનો નવતર અભિગમ અપનાવ્યો છે. ગણેશ ચતુર્થીનો આ ઉત્સવ ગુજરાતમાં ઉમંગ ઉલ્લાસથી સૌ મનાવે છે. ખાસ કરીને વડોદરા, સુરત, વલસાડ વગેરે સ્થળોએ ધામધુમ પૂર્વક વિઘ્નહર્તા ગણેશજીનો ઉત્સવ મોટા પાયે ઉજવાય છે.

આ વર્ષે કોરોના સંક્રમણને કારણે સાર્વજનિક ગણેશ ઉત્સવને બદલે લોકો સ્વયંભૂ પોતાના ઘરમાં રહીને જ આ દુંદાળા દેવની આરાધના પૂજા કરે તેવી મુખ્યમંત્રીએ સૌને અપીલ પણ કરેલી છે. વિજય રૂપાણીએ પણ પોતાના નિવાસસ્થાને અભિનવ વિચાર સાથે ગણેશ સ્થાપન કર્યું છે. પ્લાન એ પ્લાન્ટ વિથ ગણેશનો એક નવતર અભિગમ તેમણે આ ગણેશ સ્થાપનમાં અપનાવ્યો છે. આ નવતર અભિનવ વિચારમાં મુખ્યમંત્રીએ પૌધામાં પરમાત્માની ભાવના સાથે સૌને પર્યાવરણ જતન સંવર્ધન માટે મોટાપાયે વૃક્ષો વાવવા આ અવસરે આગ્રહ ભરી અપીલ પણ કરી છે.

Related posts

જનાક્રોશની જીત : સવા મહિને સરકાર ઝૂકી, હેલ્મેટ પહેરવામાંથી મુકિત…

Charotar Sandesh

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટે આ ૬ દિગ્ગજો વધુ ચર્ચામાં

Charotar Sandesh

ગુજરાત મીડિયા એસોસિએશનની કારોબારી મિટિંગ વડોદરા ખાતે યોજાઈ…

Charotar Sandesh