Charotar Sandesh
સ્પોર્ટ્સ

રેકોર્ડઃ કોહલીના ઇન્સ્ટાગ્રામ પર ૭.૫ કરોડથી વધુ ફોલોઅર્સ…

ઈન્સ્ટાગ્રામ પર ૭.૫ કરોડથી વધુ ફોલોઅર્સ મેળવનાર પ્રથમ એશિયન સેલિબ્રિટી…

મુંબઇ : ભારતી ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી વર્તમાન સમયમાં સૌથી લોકપ્રિય ક્રિકેટર્સ પૈકીનો એક છે. કોહલીના ચાહકો ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દેશ બહાર પણ મોટી સંખ્યામાં છે. સોશિયલ મીડિયા સાઈટ્‌સ પર તેમના ફેન તેમન દુનિયાના ખૂણેખૂણેથી ફોલો કરી રહ્યા છે. પોટાની બેટિંગ સ્કીલથી અનેક રેકોર્ડ બનાવનાર કોહલીએ હવે સોશિયલ મીડિયામાં પણ એક મોટી સિદ્ધી પ્રાપ્ત કરી છે. કોહલીએ ફોટો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામ પર ૭.૫ કરોડ ફોલોઅર્સનો આંકડો પાર કરી લીધો છે. આ ઉપરાંત ફેસબુક પર પણ કોહલીના ૩.૭ કરોડથી વધુ અને ટિ્‌વટર પર ૩.૭૩ કરોડથી વધુ લોકો તેને ફોલો કરી રહ્યા છે.
કોહલી ઈન્સ્ટાગ્રામ પર ૭.૫૫ કરોડથી વધુ ફોલોઅર્સનો આંકડો પાર કરનાર સૌપ્રથમ એશિયન સેલિબ્રિટી બન્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનને એપ પર સૌથી વધુ ફોલો કરાતા ટોપ ૪૦ લોકોમાં તે એકમાત્ર એશિયન છે. કોહલી હાલમાં ૨૯માં સ્થાને છે.
સ્પોટ્‌ર્સ એથ્લીટની વાત કરીએ તો કોહલી દુનિયામાં ચોથા ક્રમે છે. તે રોનાલ્ડો, મેસી અને નેમાર જૂનિયર પછીના ક્રમે આવે છે. રોનાલ્ડોના વિશ્વભરમાં ૨૩.૮ કરોડ ફોલોઅર્સ છે.

Related posts

કોરોના કાળ વચ્ચે સપ્ટેમ્બર-નવેમ્બરમાં IPL લીગ યુએઇમાં રમાશે : રિપોર્ટ

Charotar Sandesh

કોહલીનું દર્દ છલકાયું… ‘ટીમમાં કોઈને મારી બોલિંગ પર વિશ્વાસ નથી’

Charotar Sandesh

આઈપીએલમાં તક ન મળતા ભારતીય ક્રિકેટર કરન તિવારીએ કર્યો આપઘાત…

Charotar Sandesh