Charotar Sandesh
ઈન્ડિયા

રેકોર્ડબ્રેક : ૨૪ કલાકમાં ૭૯ હજાર પોઝિટિવ કેસ, ૯૪૮ના મોત… કુલ આંક ૩૫ લાખને પાર…

દેશમાં સંક્રમિતોનો કુલ આંક ૩૫ લાખને પાર, મૃત્યુઆંક ૬૩,૪૯૮એ પહોંચ્યો

દેશમાં અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૨૭,૧૩,૯૩૪, કુલ એક્ટિવ કેસ ૭,૬૫,૩૦૨, અત્યાર સુધીમાં ૪,૧૪,૬૧,૬૩૬ સેમ્પલનું ટેસ્ટિંગ

ન્યુ દિલ્હી : ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના સૌથી વધુ ૭૮,૭૬૧ નવા કેસ સામે આવ્યા છે. ત્યાંજ દેશમાં કોરોનાનો મૃત્યુઆંક ૬૩,૪૯૮ સુધી પહોંચી ગયો છે.
દેશમાં કોરોનાના ૭૭,૨૬૬ નવા કેસ નોંધાયા હતા. જ્યારે શનિવારે ૭૬,૪૭૨ કેસ નોંધાયા હતા. જો કે ભારતમાં રિકવરી રેટ અને પોઝિટિવિટી રેટ સારો છે અને મૃત્યુંદર ઓછો છે.
છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે ૯૪૮ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધી ૨૭,૧૩,૯૩૩ દર્દી સાજા થઈ ગયા છે અને ૬૩,૪૯૮ લોકોના મોત થઈ ગયા છે. ૨૯ ઓગસ્ટના રોજ ૧૦,૫૫,૦૨૭ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
દેશમાં છેલ્લા ૭ દિવસમાં ૪,૯૬,૦૭૦ કેસ નોંધાયા છે. આ રીતે છેલ્લા ૭ દિવસમાં સરેરાશ ૭૦,૮૬૭ કેસ નોંધાયા છે. સાત દિવસના સમયગાળા દરમિયાન વિશ્વમાં સૌથી વધુ આ સંખ્યા નોંધાઈ છે, જે જુલાઈના અંતમાં યુ.એસ.ના સૌથી ખરાબ સ્પાઇક્સ કરતાં વધારે છે. કોઈપણ એક રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં શનિવારે સૌથી વધુ ૧૬,૮૬૭ કેસ છે. જે ૨૬ ઓગસ્ટના રોજ નોંધાયેલા રાજ્યના અગાઉના ૧૪,૮૮૮ કરતા વધારે છે.
ભારતમાં કોરોના ટેસ્ટિંગમાં ખુબ વધારો કરવામાં આવ્યો છે. ઉર્ૐંની સલાહ મુજબ અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દરરોજ ૧૦ લાખની વસ્તી પર ૧૪૦થી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. એવા કેટલાય રાજ્યો છે જેમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ તો રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછો છે.
આંધ્રપ્રદેશ (૧૦,૫૪૮, સતત ચોથા દિવસે ૧૦ હજારથી વધુ), કર્ણાટક (૮,૩૨૪, છેલ્લા પાંચ દિવસમાં ૮ હજારથી વધુ), તમિલનાડુ (૬,૩૫૨) અને ઉત્તર પ્રદેશ (૫,૬૮૪) માં સૌથી વધુ કેસ નોંધાયા છે. તમિલનાડુમાં, ૨૯ જુલાઈ પછી પહેલીવાર, સકારાત્મક કેસો ૬,૦૦૦ને વટાવી ગયા. તાજેતરના સમયમાં, વધતા જતા કેસો સાથે, સક્રિય કેસના પૂલમાં તેજી જોવા મળી છે. છેલ્લા ચાર દિવસમાં લગભગ ૪૯,૦૦૦ સક્રિય કેસ નોંધાયા છે, જે કુલ ૭,૬૬,૨૨૬ છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં ૪,૧૪,૬૧,૬૩૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગઈ કાલે એક જ દિવસમાં ૧૦,૫૫,૦૨૭ નમૂનાનું પરીક્ષણ કરાયું હતું. જેમાંથી ૭૮ હજારથી વધુ કેસ કોરોના પોઝિટિવ આવ્યાં છે.
આ બધા વચ્ચે કેન્દ્ર સરકારે શનિવારે અનલોક ૪-૦ની ગાઈડલાઈન પણ જાહેર કરી દીધી છે. જે મુજબ અનલોક-૪માં મેટ્રો સેવા શરૂ કરવાની મંજૂરી આપી છે. ૭ સપ્ટેમ્બરથી સમાન્ય લોકો મેટ્રોમાં સવારી કરી શકશે. અનલોક-૪ને ૧ સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. અનલોક-૪માં શૈક્ષણિક સંસ્થા બંધ રહશે.

Related posts

૧ માર્ચથી બધી લોટરી પર ૨૮%ના સમાનદરે લાગશે જીએસટી…

Charotar Sandesh

સરકારનો મોટો નિર્ણય : ૬૦ વર્ષથી ઉપરના લોકોને સરકાર ફ્રીમાં કોરોના વેક્સિન આપશે…

Charotar Sandesh

સેના વિદેશી હથિયારોને બદલે મેક ઇન ઇન્ડિયા પર વધુ ધ્યાન આપેઃ બિપિન રાવત

Charotar Sandesh