Charotar Sandesh
સ્પોર્ટ્સ

રોનાલ્ડોએ પ્રેસ કોન્ફરન્સમાં કોકા-કોલાની ૨ બોટલ હટાવતા કંપનીને થયું કરોડોનું નુકસાન…

યુરોપ : યુરો કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પ્રેસ-કોન્ફરન્સમાં કોલ્ડ ડ્રિંકની બોટલ જોઈને રોષે ભરાયો હતો. આ ઘટના બાદ બોટલને ડેસ્કમાંથી હટાવી દેતાં સોફ્ટ ડ્રિંક કંપની કોકા કોલાને કરોડોનું નુકસાન થયું છે. રોનાલ્ડોએ ન તો કોઈપણ પ્રકારની ડીલ તોડી છે, ન તો તેણે કોઈ કંપનીને દગો આપ્યો છે. તેણે તો ફક્ત સોફ્ટ ડ્રિંકની બોટલને પોતાના ડેસ્કથી ૩-૪ ફૂટ દૂર મૂકી દીધી હતી, જેથી કરીને કંપનીના માથે રાતોરાત સંકટ રૂપી પહાડ તૂટી પડ્યો હતો.
આ ૨૫ સેકન્ડની ઘટના બાદ સોફ્ટ ડ્રિંક કંપની કોકા કોલાના શેરનો ભાવ ગણતરીની મિનિટોમાં ડાઉન થવાનો શરૂ થઇ ગયો હતો. જોતજોતાંમાં કંપનીના શેર ૪ બિલિયન ડોલર (આશરે ૩૦ હજાર કરોડ રૂપિયા) જેટલા પડી ભાંગ્યા હતા.
યુરોપમાં બપોરે ૩ વાગ્યે માર્કેટ ખૂલ્યું હતું, જેમાં એ સમયે કોકા કોલા કંપનીના શેરનો ભાવ ૫૬.૧૦ ડોલર હતો. લગભગ અડધો કલાક પછી રોનાલ્ડોની પ્રેસ-કોન્ફરન્સ યોજાઈ હતી અને ત્યાર પછી ગણતરીની મિનિટમાં કોકા કોલાના શેર ગગડવા લાગ્યા હતા. પ્રથમ ૫૫.૨૨ ડોલર સુધી ગગડ્યા બાદ સતત કોકા કોલાના શેરમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. કંપનીના શેરના ભાવમાં ૧.૬ ટકાનો ઘટાડો થયો હતો અને કંપનીને આશરે ૩૦ હજાર કરોડ રૂપિયાનો ફટકો પણ પડ્યો છે.
કોકા કોલા ૧૧ દેશમાં રમાઈ રહેલા યુઈએફએ યુરો કપના ઓફિશિયલ સ્પોન્સર છે. કંપનીની બ્રાંડ વેલ્યુ વધારવા માટે તમામ પ્રેસ-કોન્ફરન્સમાં બોટલને ડિસ્પ્લે તરીકે રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ વિવાદ બાદ કોકા કોલાએ નિવેદન આપ્યું હતું કે કોઈપણ પ્રકારની પ્રેસ-કોન્ફરન્સ કે મેચ પછી અમે ખેલાડીઓને સોફ્ટ ડ્રિંક આપીએ છીએ. હવે આ સોફ્ટ ડ્રિંકનું સેવન કરવું કે નહીં એ તેમની અંગત પસંદ છે.
રોનાલ્ડો વિશ્વના પ્રખ્યાત ફૂટબોલ પ્લેયરની યાદીમાં સામેલ છે. સો.મીડિયામાં પણ તેના ફેન્સની સંખ્યા કરોડોમાં છે, જેથી આવી પરિસ્થિતિમાં રોનાલ્ડોનો આ એક નાનો સંદેશો પણ કંપનીના ભાવિને મુશ્કેલીમાં મૂકી શકે છે.
રોનાલ્ડોએ મીડિયાને પાણીની બોટલ દેખાડતાં કહ્યું, પાણી પીવો. રોનાલ્ડો પોતાના ડાયટને લઈને ઘણો જ જાગરૂક છે. તેનું ડાયટ પણ ઘણું જ સ્પેશિયલ છે. તે ફિટ રહેવા માટે એકપણ પ્રકારના એરેટેડ ડ્રિંક નથી પીતો. તેણે પોતે આ વાતનો ઉલ્લેખ ઘણી વખત કર્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ઘણા એથ્લીટ્‌સ ફિટનેસને લઈને રોનાલ્ડોને ફોલો કરે છે.
પોર્ટુગલની ટીમને આ વર્ષે ગ્રુપ-હ્લ એટલે કે ગ્રુપ ઓફ ડેથમાં રાખવામાં આવ્યું છે. પોર્ટુગલની સાથે ગ્રુપમાં જર્મની, ફ્રાંસ અને હંગેરી છે. ફ્રાંસ ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન છે. તો જર્મની ૩ વખત યુરો ચેમ્પિયન બન્યું છે. ૨૦૧૬ના યુરો કપના ફાઈનલમાં પોર્ટુગલે ફ્રાંસને હરાવ્યું હતું અને આ ટીમ પહેલી વખત યુરોપની ચેમ્પિયન બની હતી.

Related posts

ભારતનો ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા ક્રિકેટના તમામ ફોર્મેટમાં રમવા માંગે છે…

Charotar Sandesh

પ્રદુષણના કારણે ટી-૨૦ મેચમાં બાંગ્લાદેશના બે ક્રિકેટરોને ઉલટીઓ થઈ હતી…

Charotar Sandesh

યુ.એ.ઇ.માં ટી-૨૦ વર્લ્ડ કપમાં ૧૨ ટીમ વચ્ચે જંગ : રવિવારે ભારત-પાક વચ્ચે હાઇ-વોલ્ટેજ મુકાબલો

Charotar Sandesh