મુંબઈ : અક્ષય કુમાર અને કિયારા અડવાણીની ફિલ્મ લક્ષ્મી બોમ્બ રિલીઝ પહેલા જ વિવાદોમાં આવી ગઇ છે. જેના કારણે ફિલ્મનું નામ બદલીને લક્ષ્મી કરી દેવામાં આવ્યું છે. તેના પર મુકેશ ખન્નાએ નિવેદન આપ્યુ છે કે ખુશીની વાત છે કે હવે કોઇ એવુ નહી કરે. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, આ મારા માટે અને દેશના જાગરુક નાગરિક માટે ખુશીની વાત છે. બોમ્બને ડિફ્યુઝ કરી દેવામાં આવ્યો છે અને ખુશીની વાત છે
કે ઇતિહાસમાં આ ઉદાહરણ બની જશે. એક ઇન્ટરવ્યૂમાં મુકેશ ખન્નાએ કહ્યું કે, તે ફિલ્મનું ટાઇટલ યોગ્ય ન હતું, લક્ષ્મી સાથે બોમ્બને એડ કરવું તેને એ ધુર્તતા હતી. બાદમાં તેમણે કહ્યું કે, હવે હું ખુશ છું કારણકે હવે ઇતિહાસમાં આ ઉદાહરણ બની જશે. આવતી કાલે કોઇ આ બાબતે પંગો નહી લઇ શકે.
નોંધનીય છે કે, વિરોધની શરૂઆત ત્યારે થઇ જ્યારે કેટલાક હિન્દુ સંગઠનોએ આવું કહેવાનું શરૂ કર્યુ જ્યારે તેમણે કહ્યું કે આ ફિલ્મ લવ જેહાદને પ્રોત્સાહિત કરે છે. સાથે જ રાષ્ટ્રીય હિન્દુ સેનાએ કેન્દ્રીય મંત્રીને પત્ર લખીને ફિલ્મનો વિરોધ દર્શાવ્યો હતો. રાઘવ લોરેન્સની આ ફિલ્મ ૯ નવેમ્બરના રોજ હોટસ્ટાર પર રિલીઝ થશે. આ ફિલ્મ તમિળ ફિલ્મ કંચનાની રિમેક છે.