Charotar Sandesh
ગુજરાત

લવ-જેહાદ અંગેના સુધારા કરી અન્ય રાજ્યોની જેમ અલગ કાયદો બનાવવા ઉઠી ચર્ચા…

રાજકોટ : ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ-જેહાદવિરોધી કાયદો લાવવા માટે રાજ્યના ગૃહ અને કાયદા વિભાગ દ્વારા શક્યતા ચકાસવામાં આવી રહી છે, જેમાં ગુજરાતમાં હાલ અમલમાં છે એ ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ ૨૦૦૩ અંતર્ગત દબાણ, લાલચ કે પછી છેતરપિંડી દ્વારા કોઈ વ્યક્તિનું ધર્મપરિવર્તન કરાવવું કાયદા હેઠળ પ્રતિબંધિત છે. તો એમાં લવ-જેહાદ અંગેના સુધારા કરી નવી કલમો ઉમેરવા અથવા અન્ય રાજ્યોની જેમ અલગ કાયદો બનાવવો એની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સૂત્રના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ દેશના યુપી અને મધ્યપ્રદેશની જેમ અલગથી લવ-જેહાદ કાયદો લાવવાની તૈયારી કરી રહી છે, જે અંતર્ગત એવી વ્યક્તિઓ, જેઓ લગ્ન અથવા પ્રેમના નામે સામેના પાત્રને દબાણ કરીને ધર્મપરિવર્તન માટે પ્રયાસ કરે છે, તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવશે.
આ ઉપરાંત ગુજરાતમાં ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ ૨૦૦૩ અંતર્ગત દબાણ, લાલચ કે પછી છેતરપિંડી દ્વારા કોઈ વ્યક્તિનું ધર્મપરિવર્તન કરાવવું કાયદા હેઠળ પ્રતિબંધિત છે, જોકે રાજ્ય સરકારે હવે નવા કાયદાને લાવીને લવ-જેહાદ મામલે કાયદેસર પગલાં ભરવા માગે છે, હાલના ધર્મપરિવર્તનના કાયદામાં લવ-જેહાદનો દૃષ્ટિકોણ ઉમેરીને એને વધુ મજબૂત કરવા માગે છે. રાજ્ય સરકારે આ મામલે જુદા જુદા વિભાગો ગૃહ વિભાગ, કાયદા વિભાગ અને વિધાનસભા બાબતોના વિભાગને યુપી અને મધ્યપ્રદેશની સરકારો દ્વારા લાગુ કરવામાં આવેલા લવ-જેહાદવિરોધી કાયદાનો અભ્યાસ કરવા અને એની કાયદેસરતા તપાસવા માટે જણાવ્યું છે. રાજ્ય સરકારનાં સૂત્રોએ કહ્યું હતું કે આ દરમિયાન નવો કાયદો વિધાનસભામાં પસાર થાય એ પહેલાં રાજ્ય સરકાર ઓર્ડિનન્સ એટલે કે અધ્યાદેશ દ્વારા આ કાયદાને લાગુ કરવા અંગે પણ વિચારી રહી છે. ગુજરાતના ૨૦૦૩ના કાયદા મુજબ, નાગરિક ધર્મપરિવર્તન માટે પહેલા જિલ્લા ઓથોરિટી પાસે અરજી કરીને મંજૂરી માગી શકે છે. આ કાયદા અંતર્ગત જો કોઈપણ વ્યક્તિ દબાણ હેઠળ ધર્મપરિવર્તન કરાવતી જણાય તો તેને ૩ વર્ષની જેલ અને રુ. ૫૦,૦૦૦ સુધીનો દંડ થઈ શકે છે.

Related posts

ગુજરાતના દરિયામાંથી ૨૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું : ૬ પાકિસ્તાનીઓની ધરપકડ : કઈ લઈ જવાતું હતું ડ્રગ્સ ? જુઓ

Charotar Sandesh

આનંદો… રાજ્યનાં પ૦ હેકટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા આઇલેન્ડને પ્રવાસન ધામ બનાવાશે…

Charotar Sandesh

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરીથી શરૂ થયુ રિવર રાફ્ટિંગ : પ્રવાસીઓમાં ઉત્સાહ…

Charotar Sandesh