Charotar Sandesh
ઈન્ડિયા

લૉકડાઉન દરમ્યાન એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોજના પર સરકાર વિચાર કરેઃ સુપ્રિમ કોર્ટ

ન્યુ દિલ્હી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે તે ’એક રાષ્ટ્ર અને એક રાશન કાર્ડ’ યોજના અપનાવવાની સંભાવના પર વિચાર કરે જેથી કોરોના વાયરસ મહામારીને કારણે દેશમાં લાગુ લૉકડાઉન દરમિયાન પલાયન કરનારા મજૂરો અને આર્થિક રૂપે કમજોર વર્ગના લોકોને સસ્તી કિંમતે ખાદ્યાન્ન મળી શકે. કેન્દ્ર સરકારની આ યોજના આ વર્ષે જૂનમાં શરૂ થવાની છે.
જસ્ટિસ એનવી રમણ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ બી આર ગવઇની પીઠે સોમવારે પસાર કરેલા પોતાના આદેશમાં કહ્યું, અમે કેન્દ્ર સરકારને લૉકડાઉનના સમયે આ યોજના લાગુ કરવાની વ્યવહારીકતા પર વિચાર કરવા અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા યોગ્ય નિર્ણય લેવાનો નિર્દેશ આપીએ છીએ.
સુપ્રીમ કોર્ટે તેની સાથે જ એડવોકેટ રીપલ કંસલની અરજીનો નિકાલ કર્યો. કંસલે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનને કારણે અલગ-અલગ સ્થાનો પર ફંસાયેલા મજૂરો અને બીજા નાગરિકોના લાભ માટે યોજના શરૂ કરવાનો નિર્દેશ આપવાની અપીલ કરી હતી.
અરજીકર્તાએ કોરોના વાયરસ મહામારીના દરમિયાન પ્રવાસી મજૂરો, લાભાર્થીઓ, રાજ્યોના રહેવાસીઓ અને પ્રવાસીઓના હિતોની રક્ષા કરવા અને તેઓને સસ્તી કિંમતે અનાજ અને સરકારી યોજનાના લાભ ઉપલબ્ધ અપાવવા માટે અસ્થાયી રૂપે એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોજના અપનાવવા માટે કોર્ટને હસ્તક્ષેપ કરવા અપીલ કરી હતી.

Related posts

રેલ્વે ૫૦૦ ટ્રેનો બંધ કરવાની તૈયારીમાં,૧૦ હજાર સ્ટોપ બંધ થાય તેવી શક્યતા…

Charotar Sandesh

કેરળ, રાજસ્થાન, મિઝોરમ બાદ હવે તામિલનાડુમાં સંપૂર્ણ લોકડાઉન…

Charotar Sandesh

વડાપ્રધાન મોદી લેહ પહોચ્યા : ગલવાનમાં થયેલ ભારત ચીન વચ્ચે અથડામણ બાદ પ્રથમ મુલાકાત…

Charotar Sandesh