મુંબઇ : કોરોના વાયરસના કારણે ભારત સહિત દુનિયાના અન્ય દેશો લોકડાઉન છે. લોકડાઉનના કારણે દરેક કોઈ પ્રભાવિત થયું છે. ખાસ કરીને દૈનિક વેતન કમાતા મજૂરો. આવા લોકોની મદદ માટે તમામ ક્ષેત્રના દિગ્ગજો આગળ આવ્યા છે. ગરીબોની મદદ માટે બોલિવુડ સ્ટાર્સ પણ આગળ આવ્યા છે. જેમાં એક નવું નામ જોડાયું છે અને તે છે એક્ટર વિવેક ઓબેરોય.
વિવેક ઓબેરોયે બુધવારે કહ્યું કે, લોકડાઉનના કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલા ૫ હજાર મજૂરોને તેણે આર્થિક સહાય આપી છે. વિવેકે ફિનટેક સ્ટાર્ટ-અપ ફાયનાન્સિપીરના કો-ફાઉન્ડર રોહિત સાથે મળીને મજૂરો તેમજ ડ્રાઈવરોને સહાય આપી છે.
વિવેકે કહ્યું કે, ‘અમે જોયું કે લોકડાઉનના કારણે કેટલાક પ્રવાસી મજૂરો અહીંયા ફસાયા છે. કેટલાક તો એવા છે જેમની પાસે જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવાના પૈસા નથી. તેઓ પોતાના બાળકો માટે ભોજન, ઘરનું ભાડું તેમજ જરૂરી વસ્તુઓ ખરીદવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેથી અમે ૫ હજાર કરતાં વધારે પરિવારને મદદ કરાનો નિર્ણય લીધો’. ‘સપોર્ટ એન્ડ હેલ્પ ધ હેલ્પલેસ-સાથ’ અંતર્ગત વિવિકે મજૂરોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે.