મુંબઈ : કોરોના વાયરસની મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત મનાલીમાં તેના ઘરે છે. કંગના લોકડાઉન દરમિયાન પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન આપી રહી છે. કંગનાએ લોકડાઉન દરમિયાન ૫ કિલો વજન ઘટાડ્યું છે. વજન ઘટાડવા માટે કંગના ઘરે જ ટ્રેનરની મદદથી વર્કઆઉટ કરી રહી છે.
કંગનાની ટીમે સોશિયલ મીડિયા પર તેનો એક વર્કઆઉટનો વીડિયો શેર કરી લખ્યું હતું કે, મોટિવેટેડ રહો અને આળસને તમારી આસપાસ પહોચવા ન દો. તેણે ૫ કિલો વજન ઉતાર્યું. કંગના રનૌત ૨ મહિનામાં ૨૦ કિલો વજન ઘટાડવાની છે જેથી તે તેની આગામી ફિલ્મ ધાકડના રોલ માટે ફિટ થઇ શકે.
કંગના રનૌતે લોકડાઉન પહેલાં ફિલ્મ થલાઈવીના શૂટિંગમાં વ્યસ્ત હતી. આ ફિલ્મ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક છે. ફિલ્મમાં જયલલિતાના રોલ માટે કંગનાએ વજન વધાર્યું હતું.