આણંદ : આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં પોતાની બે મામી સામે જોનારને ઠપકો આપતા ઉશ્કેરાઈ ગયેલા ત્રણ શખ્સોએ ઝઘડો કરી ધારિયાથી તેમજ હાથમાં પહેલા કડા જેવી વસ્તુથી ઈજા કર્યાની ફરિયાદ ઉમરેઠ પોલીસ મથકમાં નોંધાઈ છે.
ઉમરેઠ પોલીસે સાજીદમીયા હનીફમીયા બેલીમ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી…
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરેઠ નગરમાં ઓડબજાર વિસ્તારમાં રહેતા મોઈનખાન આમીરખાન પઠાણના બે મામીઓ ધાબા ઉપર કપડા સૂકવતા હતા. ત્યારે નજીકમાં જ રહેતા સાજીદમીયા હનીફમીયા બેલીમ સામે જો જો કરતા હોય આ બાબતે મોઈનખાન પઠાણે ઠપકો આપતા સાજીદમીયા હનીફમીયા બેલીમ, મુનીમર્મીયા હનીફમીયા બેલીમ તેમજ હનીફમીયા ગનીમીયા બેલીમે ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી ઝઘડો કરી સાજીદમીયાએ હાથમાં ધારીયુ લઈ આવી મોઈનખાનના મામા માજીદખાનને માથામાં ઈજાઓ પહોંચાડી હતી.
જ્યારે મુનીમમીયા અને હનીફભાઈએ હાથમાં પહેલા કડા જેવી વસ્તુથી તેમજ લાકડાના ડંડાથી મોઈનખાન અને વારીસભાઈને ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે મોઈનખાન આમીરખાન પઠાણની ફરિયાદ લઈ ઉમરેઠ પોલીસે સાજીદમીયા હનીફમીયા બેલીમ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.