મુંબઇ : કોરોના વાયરસને કારણે દેશમાં ૨૧ દિવસના લોકડાઉનને કારણે તમામ લોકો પોતાના ઘરમાં સમય પસાર કરી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ દ્વારા વાયરસ ફેલાવવાના જોખમ ઘટાડવાના પ્રયાસ કરી રહ્યા છે. આ વચ્ચે દીપિકા પાદુકોણે એક હેંગઆઉટ ઈન્ટરવ્યુમાં લોકડાઉન દરમિયાન પોતાની નિત્યક્રમ અંગે વાત કરી હતી.
દીપિકાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, હું કહેવા માગું છું કે લોકડાઉનના સમય દરમિયાન રણવીરની સાથે રહેવું ખૂબ જ સરળ છે કેમકે તે ૨૦ કલાક ઊંઘે છે જેને કારણે મને બધી જ વસ્તુઓ કરવાની તક મળી જાય છે જે હું કરવા માગું છું. જ્યારે ચાર કલાક માટે તે જાગે છે ત્યારે અમે સાથે ભોજન લઈએ છીએ, મૂવીઝ જોઈએ છીએ, એક્સરસાઈઝ કરીએ છીએ, ત્યારે તેની સાથે સમય પસાર કરવો એ સૌથી સુખદ છે. તે કોઈ ડિમાન્ડ કરતો નથી તે ખૂબ જ ઈઝી પર્સન છે. હાલમાં જ અમે પેરાસાઈટ અને ફોર્ડ વર્સીસ ફરારી મૂવી જોઈ.
દીપિક પાદુકોણે જણાવ્યું કે, રણવીર ક્યારેય કિચનમાં જતો નથી હું વેસ્ટર્ન કુકિગમાં ખૂબ જ સારી છું. ઈટાલિયન અને કોન્ટિનેંટલ ભોજન સારી રીતે બનાવી શકું છું. હાલ હું ઈન્ડિય કુકિંગ શીખવા માગું છું. પરંતુ કુકરથી મને ડર લાગે છે.