લોન મોરટોરિયમ સ્કીમ અંગે વધુ સુનાવણી બુધવારે થશે…
ન્યુ દિલ્હી : લોન મોરટોરિયમ સ્કીમ અંગે સુપ્રીમ કોર્ટે સુનવણી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું હતું કે રિઝર્વ બેંકે છ મહિના લોન માફી આપી છે તેમાં વ્યાજ સંપૂર્ણ માફ નહિ પણ વ્યાજ ઉપર વ્યાજ હોવું જોઈએ નહિ. હવે આ બાદ કોર્ટ બુધવારે વધુ સુનાવણી કરશે.
આમ સુપ્રિમે રાહત આપવા માટે લોનના હપ્તા નહીં તો વ્યાજમાફી આપવાની સૂચના આપી છે. બીજી તરફ સરકાર રિઝર્વ બેંક અને નાણાં મંત્રાલયની ત્રણ દિવસમાં બેઠક યોજશે જેમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે.લોકડાઉનના સમયગાળા દરમિયાન લોનધારકોને રાહત આપવા માટે રિઝર્વ બેન્કે માર્ચમા ૧લી માર્ચથી ૩૧મી મે, ૨૦૨૦ સુધી તમામ લોનના હપ્તાની ચૂકવણીમાં રાહત આપી હતી. ત્યારબાદ ફરી તેને લંબાવીને રિઝર્વ બેંકે લોન મોરાટોરિયમને વધુ ૩ મહિના માટેનો સમયગાળો અપાયો હતો.
હવે લોનધારકોએ ઇએમઆઇ ચૂકવવા માટે વધુ ત્રણ મહિના એટલે કે ૩૧ ઓગસ્ટ, ૨૦૨૦ સુધી રાહત મળી છે.જોકે લોનના હપ્તા ચૂકવવા માટે રાહત અપાઈ છે પરંતુ તેનું વ્યાજ ચૂકવવું તો ફરજીયાત જ છે. આ ઉપરાંત બેંકોએ પણ તેમની બેલેન્સશીટ સંભળાવવા માટે વ્યાજ પર વ્યાજ વસૂલવામાં આવશે તેમ કહ્યું છે.
માર્ચ ૩૧ના રોજ કુલ રૂ.૮.૪૫ લાખનું ધિરાણ ધરાવતી આઈસીઆઈસીઆઈ બેંકને હપ્તા અને વ્યાજ મુક્તિ માટે ભારે અરજીઓ આવી છે. બેન્કે ગત શુકવારે પરિણામ જાહેર કર્યા હતા ત્યારે જણાવ્યું હતું કે લગભગ કુલ ધિરાણના ૩૦ ટકા માટે આવી અરજીઓ આવી છે જે કુલ ગ્રાહકોના ૩૨ ટકા છે. આવા ગ્રાહકો રીટેલ અને કોર્પોરેટ બન્ને ક્ષેત્રમાંથી જોવા મળી રહ્યા છે એમ બેન્કે જણાવ્યું હતું. બેન્કે મોરેટોરીયમ માટેની લોન સામે રૂ.૨૭૨૫ કરોડની જોગવાઈ કરી છે.