સુપ્રિમ કોર્ટમાં આજે વધુ સુનાવણી હાથ ધરાશે…
સરકાર એવા સેક્ટરની ઓળખ કરી રહી છે જેમને રાહત આપી શકાય : સોલિસિટર જનરલ
ન્યુ દિલ્હી : કેન્દ્ર સરકાર અને આરબીઆઈએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે કોરોનાની સ્થિતિ અનુસાર મોરાટોરિયમ પિરિયડને બે વર્ષ સુધી લંબાવાઈ શકે છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર સરકાર વતી કોર્ટને જણાવ્યું હતું કે, કોરોનાને કારણે હાલ મુશ્કેલીનો સામનો કરી રહેલા ક્ષેત્રો માટે પગલાં લેવાઈ રહ્યા છે. બેન્ચે સુનાવણી સ્થગિત કરી નાખી હતી. હવે બુધવારે આ મામલે સુનાવણી થશે.
સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે મુશ્કેલીનો સામનો કરી રહેલા સેક્ટર્સની ઓળખ કરીને તેમને રાહત આપવા માટે વિચારણા કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં રિઝર્વ બેંકે તમામ બેંકોને ગ્રાહકોને ઈસ્ૈં ભરવામાંથી છ મહિનાની રાહત આપવા માટે જણાવ્યું હતું. આ સમયગાળો ઓગસ્ટમાં પૂરો થઈ ગયો છે.
સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે મોરાટોરિયમ પિરિયડ દરમિયાનનું વ્યાજ કે વ્યાજનું વ્યાજ ના લેવાની માગ સાથે કોર્ટમાં જે ઢગલાબંધ અરજીઓ કરવામાં આવી છે તેના પર તે આવતીકાલે વધુ સુનાવણી કરશે. અગાઉ કોર્ટે કેન્દ્ર અને ઇમ્ૈંને આ અંગે નિર્ણય લેવા કહ્યું હતું. કોર્ટે બેંકોના વ્યાજ પર વ્યાજ લેવાના નિર્ણયની ટીકા કરતા કહ્યું હતું કે બેંકો માત્ર વેપારનો જ વિચાર ના કરે. હવે જોવાનું રહે છે કે આ મામલે કોર્ટમાં આવતીકાલે શું થાય છે.
સરકારે લોકડાઉન અને કોરોનાને કારણે મુશ્કેલીમાં મૂકાયેલા નાના-મોટા ઉદ્યોગ-ધંધાઓ માટે અત્યારસુધી અનેક રાહતોની જાહેરાત કરી છે. પીએમ મોદીએ પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં અર્થતંત્રને દોડતું કરવા ૨૦ લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી. જો કે આ પેકેજ છતાંય હજુય ઘણા ઉદ્યોગો નાણાંકીય ભીંસનો સામનો કરી રહ્યા છે.
બીજી તરફ, બેંકોને પણ એ વાતનો ડર છે કે જો લોનધારકો ઈસ્ૈં ના ચૂકવી શક્યા તો દ્ગઁછમાં ખૂબ મોટો વધારો થશે. તેવામાં બેંકો પણ ગ્રાહકોને લોનના સમયગાળામાં એડજસ્ટમેન્ટ કરીને તેમના પર ઈસ્ૈંનો બોજ થોડો હળવો બને, અને ધીરે-ધીરે રિકવરી થતી રહી તે તે માટેના પ્રયાસો કરી રહી છે.
ગયા અઠવાડિયાની શરૂઆતમાં, આ કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કડક ટિપ્પણી કરી હતી કે લોન મોરટેરિયમના મામલામાં પોતાનો વલણ સ્પષ્ટ કરવા માટે જલ્દી સોગંદનામું આપવું જોઈએ અને રિઝર્વ બેંકની પાછળ છુપાવીને પોતાને બચાવવું નહીં.
લોનના હપ્તા ભરપાઈ કરવાના મુદત દરમિયાન લોન માફી માંગવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે સરકારના લોકડાઉનને કારણે અર્થવ્યવસ્થામાં સમસ્યા ઉભી થઈ છે.