Charotar Sandesh
વર્લ્ડ

લો બોલો, પાકિસ્તાનમાં એક જ દિવસમાં પેટ્રોલમાં લિટરે ૨૫ અને ડિઝલમાં ૨૧ રૂપિયાનો વધારો…

પેટ્રોલ-ડિઝલની કિંમતો ૧૦૦ને પાર…

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં મોંઘવારી ચરમસીમાએ છે. લોકોને આ મોંઘવારીમાં ભોજનના ફાંફા પડી ગયા છે બરાબર તેવા સમયે જ ઈમરાન સરકારે ક્રૂડ ઓઈલની આંતરરાષ્ટ્ર્રીય કિંમતોમાં વધારા બાદ તમામ પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં લગભગ ૨૬ રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે.
પાકિસ્તાનના નાણા વિભાગના જણાવ્યા અનુસાર પેટ્રોલ (મોટર સ્પીરિટ)માં એક સાથે ૨૫.૫૮ રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવતાં તે ૧૦૦ રૂપિયાને કાર કરી ગયું છે. આ પહેલાં પેટ્રોલની કિંમત ૭૪.૫૨ રૂપિયા પ્રતિલીટર હતી.
બીજી બાજુ હાઈડીઝલની કિંમતમાં ૨૧.૩૧ રૂપિયાનો વધારો કરાયો છે જેના કારણે હવે ડીઝલ રૂા.૧૦૧.૪૬માં મળશે. યારે લાઈટ ડીઝલની કિંમતમાં ૧૭.૫૫ રૂપિયાનો વધારો થવાથી હવે લોકોને તે ૫૫.૯૮ રૂપિયા પ્રતિ લીટરના દરથી ખર્ચ કરવાના થશે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ઈંધણની કિંમતોમાં વધારાની જાહેરાત અનૌપચારિક રીતે કરવામાં આવી છે કેમ કે પાછલા મહિને સંશોધિત કરાયેલી કિંમતો ૩૦ જૂન સુધી લાગુ રાખવાની વાત કરવામાં આવી હતી. નવી કિંમતો સામાન્ય રીતે મહિનાના અંતિમ દિવસે જાહેર કરવામાં આવે છે અને ૧૨ વાગ્યા બાદ તે લાગુ થાય છે પરંતુ આ પ્રથાથી વિપરિત આ વખતે સંશોધિત કિંમતોની જાહેરાત કરાઈ તે જ દિવસથી તે અમલી પણ બની ગઈ હતી. સરકારના આ પગલાંએ લોકોને આર્યમાં મુકી દીધા છે.

Related posts

અમેરિકામાં ગાયત્રી મંદિર પિસકાટવેના ઉપક્રમે ભારે ઉમંગપૂર્વક ઉજવાયો હોળી ધુળેટી ઉત્સવ…

Charotar Sandesh

અમેરિકાના સાઉથ ટેક્સાસમાં ફાયરિંગમાં ૨ પોલીસ અધિકારીઓના મોત…

Charotar Sandesh

આ વર્ષે ટ્રમ્પ સાથે મુલાકાત થવાની અપેક્ષા નથી : કિમ જોંગની બહેન

Charotar Sandesh