Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વટામણ-તારાપુર હાઇવે પાસે ધુમ્મસભર્યું વાતાવરણ, વાહનચાલકોને મુશ્કેલી…

તારાપુર : સોમવારે વહેલી સવારે ભાવનગર-અમદાવાદ ટુંકા માર્ગ પર વટામણ તારાપુર હાઇવે પર એકા એક દુ મસ્ત થવાના કારણે પસાર થતા નાના મોટા વાહનચાલકોને ભારે તકલીફ પડી હતી અને ગાઢ ધુમ્મસના કારણે વાહન વ્યવહાર થોડા સમય માટે રીતસર થંભી ગયો હતો ધુમ્મસ ની તીવ્રતા એટલી વધુ હતી કે વાહનચાલકોને અંદાજે ૫૦ ફૂટથી આગળનો રસ્તો દેખાતો ન હતો જોકે ધીરે ધીરે તાપમાન વધતા ધુમ્મસ નું પ્રમાણ ઘટયું હતું અને હાઇવે પર વાહનવ્યવહાર પુર્વવત થયો હતો. જો કે ગાઢ ધુમ્મસના કારણે સદનસીબે વાહન અકસ્માતની કોઈ ઘટના બની ન હતી. કોરોના મહામારીના માહોલ વચ્ચે હવે, કલાઈમેટ ચેન્જની અસરનો અનુભવ થઈ રહ્યો છે.

હાલ ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે છતાં પણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક પ્રાંતોમાં કમોસમી વરસાદ અને માવઠું વરસ્યું હતું. તો, ગત સપ્તાહે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ પ્રાંતોમાં ઠંડીનું જોર એ હદે વધ્યું હતું કે તાપમાનનો પારો ૧૦ ડિગ્રી આસપાસ પહોંચી ગયો હતો સતત ત્રણ દિવસ રહેલી કોલ્ડ વેવી અસર બાદ હાલ ઠંડી ઘટી છે. પરંતુ, બીજી તરફ હજુ પણ વહેલી સવારે અને મોડી સાંજ બાદ ફરી પવનની ઝડપ વધવાના કારણે ઠંડીની અસર વધુ જોવા મળી રહી છે.

Related posts

આણંદ : ખેતી ટેકનોલોજીનો ઉપયોગ કરી વાવેતર કરાય તો ઉત્પાદન વધે છે : પ્રદિપસિંહ જાડેજા

Charotar Sandesh

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી આણંદ દ્વારા કમ્બાઈન વાર્ષિક તાલીમ શિબિરની પૂર્ણાહુતિ…

Charotar Sandesh

બોરસદના વહેરા ગ્રામ પંચાયતમાં આવેલ ચાર મકાનના વિસ્‍તારને નિયંત્રિત વિસ્‍તાર તરીકે જાહેર

Charotar Sandesh