દેવોને ચંદન અને સુકા મેવાના શણગાર…. ગેસ દુર્ઘટના ગ્રસ્તોના માટે પ્રાર્થના…
વડતાલ : આજરોજ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલમાં ઓન લાઈન મહાપૂજા કરવામાં આવી હતી. વડતાલ મંદિરથી ભૂદેવ મંત્રોચ્ચાર કરતા હતા અને ભાવિકો ઘેર બેઠા લાઈવ પ્રસારણ નિહાળીને – સાંભળીને પૂજા કરી રહ્યા હતા. વરસોથી લાખો લોકો દર પૂનમે વડતાલ આવે છે ; આજે લોક ડાઊનના કારણે વડતાલ આવી શકે તેમ ન હોય મંદિર વતી આ ઓન લાઈન મહાપુજાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેના મુંબઈ સુરત વડોદરા ભરૂચ અમદાવાદ વગેરે શહેરોની સાથે ગામડાઓના લોકોએ પણ લાભ લીધો હતો એટલું જ નહિ , આફ્રિકા અમેરિકા અને લંડન જેવા દેશના ભક્તોએ મોટી સંખ્યામાં પૂજા કરી હતી.
આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે પૂર્ણાહુતિ ની આરતી કરીને પૂનમીયા ભક્તોને આશીર્વાદ આપીને કોરોના મુક્તિ માટે પ્રાર્થના કરી હતી અને આ સ્થિતિમાં લોક ડાઊનનુ ચસ્ત પાલન કરવાના ભલામણ કરી હતી. પૂજામાં ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામી, નૌતમપ્રકાશ સ્વામી; શ્રીવલ્લભ સ્વામી; મુનિવલ્લભ સ્વામી અને પી પી સ્વામીએ બેઠા હતા.
અને દેવોને સુકા મેવાના તથા ચંદનનાં શણગાર કરવામાં આવ્યા. આજ રોજ પૂજામાં કોરોના નિવૃત્તિ એવં વિશાખાપટ્ટનમ ગેસ દુર્ઘટના ગ્રસિતની જીવન રક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ તમામ વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામીએ કરી હતી; એમ વડતાલ મંદિર દ્વારા જણાવેલ છે.