Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ શ્રીસ્વામિનારાયણ મંદિરમાં ૪૯મી રવિસભા અને શાકોત્સવ ઉજવાયો…

જે વસ્તુ આજે હતી તે કાલે રહેવાની નથી. આ સનાતન સત્ય છે : ડો. સંતસ્વામી

વડતાલ : યાત્રાધામ વડતાલ શ્રીસ્વામિનારાયણ મંદિરમાં તા.૭ ફેબ્રુઆરીના રોજ ૪૯મી રવિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે શાકોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦૦થી વધુ હરિભક્તોએ સત્સંગ અને શાકોત્સવનો રસાસ્વાદ માણ્યો હતો. ૪૯ રવિસભાના યજમાન પદે પોરડાના કિર્તનભાઇ જનકભાઇ પટેલ તથા તેમના પરિવારજનોએ સંતપૂજન તથા પોથીપૂજન કર્યું હતું.

વડતાલ મંદિરના આસી.કોઠારી ડો.સંતવલ્લભદાસજીસ્વામીએ ૪૯મી રવિસભાના વક્તાપદે બિરાજ્યા હતા. તેઓએ વચનામૃત, ગઢડા પ્રકણને કેન્દ્રમાં રાખી ભગવાન પ્રત્યે અટલ નિષ્ઠા અને નિશ્ચય રાખવા જણાવ્યું હતું. યુગ પરિવર્તનની સાથે સાથે માણસના આચાર વિચાર પણ બદલાયા સાથે રહેણીકરણી પણ બદલાઇ ગઇ છે. પહેલા ઘરમાં જમવાનું અને બહાર વિસર્ગક્રિયા કરવા જતા હતા. જ્યારે હવે માણસ બહાર જમવા જાય છે અને વિસર્ગક્રિયા ઘરમાં કરે છે. સ્વામીએ જણાવ્યું હતું. કે જેટલા માણસ એટલા વિચારો એટલે તો કહેવત છે કે તુંડે તુંડે મતિર્ભિન્ના: જેટલા પ્રકારના માણસ એટલી વિચાર ધારા એટલે જે વસ્તુ જેવી છે તેનો સ્વીકાર કરવો પડે કાળક્રમે વસ્તુ લુપ્ત થાય છે જે વસ્તુ આજે હતી તે કાલે રહેવાની નથી. આ સનાતન સત્ય છે. દરેક જડચેતન પરિવર્તન પામે છે. જેથી ભગવાનમાં દ્રઢ નિશ્ચય અને વિશ્વાસ રાખવા ઉપર ભાર મુક્યો હતો. આ રવિસભામાં બુધેજના નારાયણચરણદાસજીની આગેવાની હેઠળ ૨૦૦ બાળકો બુધેજથી પગપાળા વડતાલ આવ્યા હતા. આજની રવિસભામાં ૬૦ થી વધુ બાળકોને કંઠી પહેરાવી વર્તમાન આપવામાં આવ્યા હતા. તથા પૂજાપેટીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આગામી ૫૦મી રવિસભા સૂવર્ણ જયંતી રૂપે ભવ્ય રીતે ભજવવાનું આયોજન થયું હોય તેની આમંત્રણ પત્રિકાનું વિમોચન સંતો તથા આમંત્રીત મહેમાનો જનકભાઇ પટેલ, ગોવિંદભાઇ ઠક્કર, મહેન્દ્રભાઇ પટેલ વગેરેના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાસ્ત્રી નારાયણચરણદાસજી, માધવસ્વામી તથા પૂજ્ય બ્ર્હ્મસ્વરૂપ સ્વામીએ પ્રાસંગીક ઉદબોધન કર્યા હતા. સભામાં સંતબાલસ્વામી, સત્યસ્વરૂપસ્વામી, હરીચરણ સ્વામી, શ્રીવલ્લભસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પૂજ્ય શ્યામવલ્લભ સ્વામીએ કર્યું હતું. જ્યારે શાકોત્સવ વ્યવસ્થા પૂજ્ય મુનિવલ્લભસ્વામીએ સંભાળી હતી.

Related posts

આણંદમાંથી આવશ્યક ચીજ વસ્તુઓ લખેલી આઈસરમાથી ૫૭ વ્યક્તિઓ ઝડપાયા…

Charotar Sandesh

દારૂના નશામાં ધૂત પીએસઆઈએ યુવકને ૩ ગોળી ધરબી દેતા ખળભળાટ..!

Charotar Sandesh

પતંગ રસિયાઓ માટે આનંદના સમાચાર : ઉત્તરાયણના દિવસે પવનને લઈ કરાઈ આગાહી, જુઓ

Charotar Sandesh