Charotar Sandesh
ગુજરાત

વડનગરમાંથી ૨૦૦૦ વર્ષ જુનો ૧૨ થી ૧૪ મીટર લાંબો કિલ્લો મળ્યો…

વડનગર : અમરથોળ નજીક વર્લ્ડ ક્લાસ અંડરગ્રાઉન્ટ મ્યૂઝિયમ બનાવાઇ રહ્યું છે ત્યારે કેન્દ્રીય પુરાતત્વ વિભાગ દ્વારા પૃથ્વીના પેટાળમાં ધરબાયેલો ઇતિહાસ ઉજાગર કરવા માટે ફરી એકવાર ઉત્ખનન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ૨૦૦૦ વર્ષ જુનો ૧૨ થી ૧૪ મીટર લાંબો કિલ્લો મળી આવ્યો છે. ૫૦ મીટર જેટલો કોટ ખુલ્લો કરવામાં આવ્યો છે. ૨૦૦ મીટર જેટલો કોટ હજી પણ ખુલ્લો કરવામાં આવશે. અહીં ૧૦૦૦ વર્ષ જૂના અવશેષો મળી આવ્યા છે.
અદ્ભુત કહી શકાય તેવી શંખની કલાત્મક બંગડીઓ, ચાંદી, તાંબા-પિતળના સિક્કા, માટીના વાસણો અને મકાનો મળી આવ્યા હતા. આ ઉત્ખનન દરમિયાન રોજેરોજ નવી નવી વસ્તુઓ મળી આવે છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે કુતુહલની સ્થિતી છે. અહીં મળી આવેલા મકાનો ગાયકવાડો અને સોલંકીકાળનાં છે. આ અંગેના અવશેષો પણ મળી ર્યા છે. પાકા રસ્તા, ગટર અને પાણીની સુવ્યવસ્થિત વ્યવસ્થા પાંચ કિલોમીટરનો કોટ મળી આવ્યો છે. જેના પગલે સિદ્ધ થાય છે કે વડનગરની નીચે એક ખુબ જ વ્યવસ્થિત નગર હતું.
ગુજરાત કેટલું સમૃદ્ધ હતું તેનો પણ આ જીવતો જાગતો પુરાવો છે. અહીં અવશેષો મળશે ત્યાં સુધી પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ કરવામાં આવશે. અહીંથી ખુબ જ ઐતિહાસિક વસ્તુઓ અને સંશોધકોને ખુબ જ મહત્વની વસ્તુઓ મળશે. દેશ તથા રાજ્યના સમૃદ્ધ ઇતિહાસનો ખ્યાલ મળશે. જ્યાં સુધી અવશેષો મળતા રહેશે ત્યાં સુધી ખોદકામ કરવામાં આવશે. તેવું પણ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Related posts

છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૬ તાલુકામાં વરસાદ વરસ્યો, ડાંગમાં ૪ ઇંચ વરસાદ…

Charotar Sandesh

કચ્છમાં પાકિસ્તાન માટે જાસૂસી કરવારના આરોપમાં ૪ની ધરપકડ…

Charotar Sandesh

ધોરણ ૬ થી ૮ની સ્કુલો પુનઃ શરૂ થશે, શિક્ષકો આતુર…

Charotar Sandesh