આપણે ભારતની સરખામણીએ વધારે કોરોના ટેસ્ટ કર્યા…
USA : ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના ટેસ્ટિંગને લઈને શાનદાર કામ કર્યુ છે. ત્યારે સ્વાઈન ફ્લૂને રોકવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવતા પોતાના પ્રતિસ્પર્ધી ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડન નિશાન સાધ્યુ છે. કોરોના વાયરસ ઝડપથી વધી રહ્યો છે. સૌથી વધારે કેસ અમેરિકામાં અને બીજા નંબરે ભારત છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક ચૂંટણી રેલીમાં કહ્યુ કે અત્યાર સુધી આપણે ભારતની સરખામણીએ વધારે કોરોના ટેસ્ટ કર્યા છે. ટેસ્ટિંગના મામલામાં અમેરિકા બાદ ભારત બીજા સ્થાને છે. આપણે ભારત કરતા ૪.૪ કરોડ ટેસ્ટ વધારે કર્યા છે. તેમની પાસે ૧.૫ અરબ આબાદી છે.’ ટ્રમ્પે કહ્યુ કે પીએમ મોદીએ તેમને ફોન કર્યો અને કહ્યું કે તમે ટેસ્ટિંગને લઈને શું અદભૂત કામ કર્યુ છે.’
અમેરિકામાં કુલ કોરોનાનો આંક ૬૪,૮૩,૦૬૪ છે. જ્યારે બીજા નંબરે રહેલા ભારતમાં ૪૮ લાખ ૪૫ હજાર ૩ કેસ સામે આવ્યા છે.
- Naren Patel