કોરોના હોવા છતાં અડધા સમયમાં ઘર બનાવી દીધાઃ મોદી
પહેલાં ગરીબ સરકાર પાછળ ભાગતા હતા, હવે સરકાર તેમની પાસે પહોંચી રહી છે…
ન્યુ દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ બનેલા ૧.૭૫ લાખ ઘરોના ’ગૃહ પ્રવેશ કાર્યક્રમ’નું ઉધ્ધાટન કર્યું. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમની શરૂઆતમાં પીએમ મોદીએ સૌથી પહેલા પાકા ઘર મેળવનારા કેટલાંક લાભાર્થીઓ સાથે વાત કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ બનેલા ૧.૭૫ લાખ ઘરોના ’ગૃહ પ્રવેશ કાર્યક્રમ’નું ઉધ્ધાટન કર્યું. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમની શરૂઆતમાં પીએમ મોદીએ સૌથી પહેલા પાકા ઘર મેળવનારા કેટલાંક લાભાર્થીઓ સાથે વાત કરી.
વડાપ્રધાન મોદીએ કહ્યું, સામાન્ય રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક ઘર બનાવવા માટે અંદાજે ૧૨૫ દિવસનો સમય લાગે છે. કોરોનાના આ કાળમાં વડાપ્રધાન આવાસ યોજના હેઠળ ઘરો માત્ર ૪૫ થી ૬૦ દિવસમાં જ બનાવીને તૈયાર કરી દેવામાં આવ્યાં છે. આફતને અવસરમાં બદલવાનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ તેજીમાં સૌથી મોટુ યોગદાન રહ્યું શહેરમાંથી પરત ફરેલા શ્રમિક સાથીઓનું.
પીએમ મોદીએ કહ્યું કે પહેલા ગરીબ સરકારની પાછળ દોડતા હતા, હવે સરકાર લોકોની પાસે જઇ રહી છે. હવે કોઇની ઇચ્છા અનુસાર યાદીમાં નામ કમી અથવા જોડી દેવાતું નથી. પસંદગીને લઇને નિર્માણ સુધી પારદર્શિકતાથી કામ કરવામાં આવી રહ્યું છે. ઘરની ડિઝાઇન પણ સ્થાનિક જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવી રહ્યું છે.