Charotar Sandesh
ઈન્ડિયા

વડાપ્રધાન મોદી એકાએક રકાબગંજ ગુરુદ્ધારા પહોંચી માથું ટેકવ્યું…

ગુરૂ તેગબહાદુરને શ્રદ્ધાંજલિ આપી…

ન્યુ દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દિલ્હી સ્થિત ગુરૂદ્વારા રકાબગંજ પહોંચ્યા જ્યાં તેમણે ગુરૂ તેગબહાદુરને શ્રદ્ધાંજલિ આપી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ અચાનક નક્કી થયો હતો. જ્યારે વડા પ્રધાન મોદી અહીં પહોંચ્યા તો કોઈ વિશેષ પોલીસ બંદોબસ્ત નહોતો તેમજ કોઈ પણ પ્રકારનું ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યુ નહોતુ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ અચાનક નક્કી થયો હોવાથી ગુરૂદ્વારાની આસપાસ કોઈ વિશેષ સુરક્ષા વ્યવસ્થા નહોતી.
દિલ્હીનુ ગુરૂદ્વારા રકાબગંજ શીખનુ પવિત્ર સ્થળ છે. આ ગુરૂદ્વારા સંસદ ભવન નજીક આવેલુ છે. જેનુ નિર્માણ સન ૧૭૮૩માં થયુ હતુ. આ તે જ સ્થળ છે જ્યાં શીખોના નવમાં ગુરૂ ગુરૂ તેગ બહાદુરજી ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અહીં તેમના શિશવિહીન શરીરનો તેમના શિષ્ય લખી શાહ બંજારા અને તેમના પુત્રએ અંતિમ સંસ્કાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે મુગલ શાસક ઔરંગઝેબે ૧૧ નવેમ્બર ૧૬૭૫માં દિલ્હીના ચાંદની ચોકમાં ગુરૂ તેગબહાદુરનો શિરચ્છેદ કરી દીધો હતો. ગુરૂ તેગ બહાદુરનો જન્મ ૧ એપ્રિલ ૧૬૨૧એ પંજાબના અમૃતસરમાં થયો હતો.
પીએમ મોદીએ કહ્યુ કે આ ગુરૂ સાહિબની વિશેષ કૃપા છે કે અમારી સરકારના કાર્યકાળમા અમે ગુરૂ તેગબહાદુર જીનો ૪૦૦મો પ્રકાશ પર્વ મનાવીશુ. આવો આ ઐતિહાસિક અવસરે ગુરૂ તેગબહાદુરજીના આદર્શોને યાદ કરતા મનાવીશુ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રકાબગંજ ગુરૂદ્વારાનો આ પ્રવાસ ત્યારે થયો જ્યારે દિલ્હી-એનસીઆરની સીમાઓ પર લગભગ ૨૫ દિવસથી પંજાબના શીખ ખેડૂત નવા કૃષિ કાયદાને રદ કરવાની માગને લઈને ધરણા પર બેસેલા છે. માનવામાં આવી રહ્યુ છે કે પીએમનો આ પ્રવાસ શીખ ખેડૂતો સુધી એક સંદેશ આપવાનો પ્રયત્ન છે કે સરકાર ખેડૂતો સાથે વાતચીતથી પીછે હટ કરી રહ્યા છે.
ઁસ્ મોદીએ રકાબગંજના પ્રવાસની તસવીર શેર કરી છે. આ સિવાય તેમણે ગુરૂમુખી ભાષામાં સંદેશ પણ આપ્યો છે.

Related posts

માસ્ક પહેરવાથી કોરોનાનું સંક્રમણ ઓછું થઇ શકે , ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરવામાં પણ મળશે મદદ : રિપોર્ટ

Charotar Sandesh

જમ્મૂ-કાશ્મીરમાં આતંકીઓ પર સેનાનો ડબલ અટેક : ચાર આતંકી ઠાર…

Charotar Sandesh

ભારતીય ટીમના કોચ માટે ગાંગુલીએ આ પૂર્વ ખેલાડીને દાવેદાર ગણાવ્યો

Charotar Sandesh