Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરાના બીલ ગામમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરનાર વાનચાલક સમયસર ન આવતાં સ્થાનિકોમાં રોષ…

વડોદરા : મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સમાવિત બીલ ગામમાં ડોર ટુ ડોર કચરો એકત્રિ કરનાર વાનચાલક સમયસર ન આવતાં ગ્રામજનોમાં રોષની લાગણી પ્રવર્તી છે, જે પ્રશ્નનો નિકાલ લાવવા માંગ ઉઠી છે.

નોંધનીય છે કે, જિલ્લાના ૭ ગામ ભાયલી, સેવાસી, બીલ, વેમાલી, કરોડિયા, ઉંડેરા અને વડદલાનો સમાવેશ પાલિકાના હદ વિસ્તાર અને વસ્તીમાં વધારો કરાયો છે, જેને લઈ સાત ગામોના ગ્રામજનોએ થોડા સમય અગાઉ વિરોધ નોંધાયો હતો. ગ્રામજનોનું કહેવું છે કે, પાણી, સ્ટ્રીટલાઈટ, સાફ સફાઈ, ગટર સાફ સફાઈ વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓની ફરિયાદ કરતા જ તુરંત યોગ્ય નિરાકરણ થઈ જતો હતો, જ્યારે અત્યારે આ ગામ મહાનગરપાલિકાના હસ્તક આવતાં આ ગામમાં કચરો એકત્રિત કરતા ડોર ટુ ડોર વાનચાલક સમયસર ન આવતાં હોવાની બુમો ઉઠવા પામી છે, જે અંગે યોગ્ય નિર્ણય લેવા માંગ ઉઠી છે.

  • Ravi Patel, Vadodara

Related posts

વડોદરા : જીવલેણ બીમારીથી પીડાતો ૧૦ વર્ષનો બાળક એક દિવસનો પીઆઇ બન્યો…

Charotar Sandesh

ધોરણ ૧૦ : આણંદ જિલ્લાનું પ૯.૮૧ અને ખેડાનું પ૭.૩૭ ટકા પરિણામ જાહેર

Charotar Sandesh

ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા બીલ ગામ સહિત અન્ય ગામોમાં ગણેશજીની પૂજા-અર્ચના કરાઈ…

Charotar Sandesh